તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા કાર્ય:વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા અમદાવાદમાં 10 શબવાહીની શરૂ કરાઈ, મૃતદેહને હોસ્પિટલ કે ઘરેથી સ્મશાન સુધી વિનામૂલ્યે પહોંચાડશે

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અમદાવાદ શહેરમાં કોવિડથી મૃત્યુ પામેલા દર્દીઓને સ્મશાન લઈ જવા 10 શબવાહીની શરૂ કરાઈ
  • વિશ્વ હિંદુ પરિષદ-બજરંગદળ કર્ણાવતી મહાનગર દ્વારા વિનામુલ્યે શબવાહીનીની સેવા શરૂ કરાઈ.

વર્તમાન મહામારીની પરિસ્થિતિમાં આરોગ્ય સેવાઓ પર ત્વરિત ભારણ વધી જતાં લોકોને કેટલી મુશ્કેલીઓ પડી રહી છે, જેમાં ખાસ કરીને એમ્બ્યુલન્સ, ઓક્સિજન, અને શબવાહીની સેવાઓની અછત સર્જાઈ રહી હોવાનું ધ્યાન પર આવતાં વિશ્વ હિંદુ પરિષદ-બજરંગદળ કર્ણાવતી મહાનગર દ્વારા તાત્કાલિક ધોરણે વિનામૂલ્ય શબવાહીની સેવા શરૂ કરવામાં આવશે. જેમાં 10 શબવાહીની આજથી જ કર્ણાવતી મહાનગરમાં સેવારત થશે.

10 શબવાહીની આજથી સેવારત કરાઈ
કોરોનાની મહામારીના આ કપરા સમયમાં અનેક સેવા ભાવી સંસ્થાઓ તથા સંગઠનો લોકોની મદદ માટે આગળ આવી રહ્યા છે. લોકોના જમવાથી લઈને ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા સુધીની સેવા લોકો કરી રહ્યા છે. બીજી તરફ કેસોમાં સતત વધારો થવાના કારણે મેડિકલ સ્ટાફ પર ખાસું એવું ભારણ વધી ગયું છે. એમ્બ્યુલન્સ કે શબવાહીની પણ અછત સર્જાઈ રહી છે. એવામાં વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગદળ અમદાવાદ દ્વારા અમદાવાદમાં 10 શબવાહીની આજથી જ કાર્યરત કરાઈ છે. આ શબવાહીની શહેરનાં મુખ્ય તમામ સરકારી હોસ્પિટલઓ સહિત હોમ આઇસોલેશનમાં પણ મૃત્યુ પામેલા કોવિડ દર્દીઓને સ્મશાન સુધી વિનામૂલ્યે પહોંચાડવાનું કાર્ય અવિરતપણે આજથી શરૂ કરશે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

NSUI દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે પ્લાઝમાની વ્યવસ્થા કરાઈ
કોરોનાની બીજી લહેર શરૂ થતાં અનેક દર્દીઓને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા છે. બીજી લહેરમાં કેસનો આંકડો પણ વધુ છે અને મોતની સંખ્યા પણ વધુ છે. બીજી લહેરમાં લોકોની જરૂરિયાત વધુ છે જેથી માનવતાની રીતે અનેક લોકો અને સામાજિક સંસ્થા આગળ આવ્યા છે અને જરૂરિયાતમંદોની મદદ કરી છે. ત્યારે NSUI દ્વારા પણ પ્લાઝમા પૂરું પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. NSUIના નેશનલ કોર્ડીનેટર નિખિલ સાવાણીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં અનેક લોકોને પ્લાઝમાની જરૂર છે. પ્લાઝમા દ્વારા પોઝિટિવ દર્દીને રિકવરી આવવામાં મદદ થાય છે. જેથી તેમને લોકોને પ્લાઝમા પૂરી પડવાનું શરૂ કર્યું છે. ટ્વીટર દ્વારા NSUI તથા અન્ય એકાઉન્ટમાં લોકો દ્વારા પોતાના બ્લડ ગ્રુપ સાથે ટ્વીટ કરવામાં આવે છે જે બાદ બનતી મદદ કરીને લોકોને પ્લાઝમા પૂરું પાડવામાં આવે છે.અત્યાર સુધી બરોડા, મોડાસા અને અમદાવાદના 14 થી વધુ દર્દીઓને પ્લાઝમા પૂરું પાડ્યું છે અને હજુ પણ આ સેવા ચાલુ જ રાખી છે.

કોરોના મહામારીમાં નાગલધામ ગ્રુપ મફતમાં ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરી આપે છે
કોરોના મહામારીમાં નાગલધામ ગ્રુપ મફતમાં ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરી આપે છે

નાગલધામ ગ્રુપ લોકોને મફત ઓક્સિજન સિલિન્ડર ભરાવી આપે છે
અમદાવાદ શહેરમાં ઓક્સિજનની અત્યારે અછત વર્તાઈ રહી છે. ઓક્સિજન માટે લોકો અનેક જગ્યાએ ભટકી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં નાગલધામ ગ્રુપ દ્વારા લોકોને મફત ઓક્સિજનના સિલિન્ડર ભરાવી આપી મદદ પૂરી પાડી રહ્યા છે. જે પણ દર્દીના સગા સિલિન્ડર અને કોરોનાનો રિપોર્ટ લઈને આવે છે, તેઓને ઓક્સિજન રિફિલ કરાવી આપે છે.

જરૂરિયાતમંદ લોકોએ 3 મોબાઈલ નંબર પર સંપર્ક કરવો
નાગલઘામ ગ્રુપ દ્વારા લોકોને મદદરૂપ થવા માટે ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરી આપે છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોએ નાગલઘામ ગ્રુપના પ્રમુખ નવઘણ મુંઘવાએ 3 લોકોનો સંપર્ક કરવા માટે નંબર જાહેર કર્યા છે. જેમાં રાજેશ જેપાળ મોબાઈલ નંબર 7600586852, ભરત પાંસિયા મોબાઈલ નંબર 9879605524 અને રાજુ મુંઘવા મોબાઈલ નંબર 9825446730 પર અમદાવાદ શહેરમાં ઓક્સિજન સિલિન્ડર રિફિલ ફ્રીમાં કરી આપશે તો જરૂરિયાતમંદ લોકોએ નાગલધામ ગ્રુપનો સંપર્ક કરવો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો