આપઘાત પહેલાં લખી દુઃખભરી કહાની:પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, સ્યુસાઈડ નોટમાં લખ્યું- 'મેં ખતમ હો ગઈ ઈન લોગો સે મિલને કે બાદ'

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતકની ફાઈલ તસવીર

અમદાવાદના રામોલમાં પરિણીતાએ સાસરીયાના ત્રાસથી કંટાળીને આપઘાત કરી મોતને વ્હાલુ કરી લીધુ. પરિણીતાએ આપઘાત કરતા પહેલાં પોતાની દુઃખભરી કહાની લખી હતી. મૃતક પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટના આધારે પોલીસે ગુનો નોંધ્યો અને આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દહેજની માગ કરી સાસરીયાઓ મેણા-ટોણા મારતા
આ અંગેની મળતી માહિતી મુજબ અમદાવાદના રામોલના ઉમિયાનગરમાં રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુ ચૌહાણ સાથે પૂજા કુશવાહના લગ્ન 2020માં થયા હતા. લગ્નના 4 મહિના બાદ તેના પતિ મહેન્દ્રસિંહ, સાસુ સુશીલાબેન અને સસરા ગુલાબસિંહ ચૌહાણ દ્વારા અવારનવાર પરિણીતા સાથે ઝઘડો કરીને દહેજની માંગ કરવામાં આવતી હતી. આ સાથે તેને શારીરિક અને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. યુવતીનો ભાઈ આર્મીમાં નોકરી કરતો હોવા છતાં પણ દહેજમાં કંઈ ન આપ્યું, તેવા મહેણા ટોણા મારીને પરિણીતાને પતિ, સાસુ અને સસરા અવારનવાર હેરાન કરતા હતા. જેના કારણે 30 ડિસેમ્બર 2022ના રોજ રાત્રિના સમયે પરિણીતાએ પોતાના બેડરૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

મૃતકની આપઘાત પહેલાંની દુઃખભરી કહાની
જોકે આત્મહત્યા પહેલાં પરિણીતાએ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે સાસરિયાઓના ત્રાસનો ઉલલ્લેખ કર્યો હતો. સ્યુસાઇડ નોટમાં હિન્દી ભાષામાં લખેલું હતું કે, મેં પૂજા કુસવા અપની જિંદગી સે પરેશાન હોકર આત્મહત્યા કરને જા રહી હું. મેરે પતિ પીન્ટુ ચૌહાણને મુજે મારા થા ઓર આજ હીં નહીં, દો સાલો મેં તીન ચાર બાર માર ચૂકે હૈ. લેકિન મેરી મજબૂરી થી ઇન કે સાથ રહેના, ક્યુકી મેં ઔર કહા જાતી. ઇન કે ઘર મેં બહુ કી ઈજ્જત નહીં હોતી. ઇન લોગો કો બહુ નહીં નોકરાની ચાહિયે થી. જો સારા દિન કામ કરે બાદ કિસી સે કુછ ના બોલે. ના પતિ સે, ના સાસ સે, ના કિસી લડકી સે.

‘મેરા પતિ ઓરત કો પેર કી જૂતી સમજતા હૈ’
મેરા પતિ અપની ઓરત કો પેર કી જૂતી સમજતા હૈ, ઔર ઇનકા પુરા ઘર સમજતા હૈ. ચાહે બુખાર હો, યા ઔર કોઈ તકલીફ, ઇન લોગો કો કોઈ ફરક નહીં પડતા બસ ઘર કા સારા કામ હોના ચાહિયે. ઓર યે લોગ દહેજ કે લિયે મુજે બોલતે હૈ ઓર કહેતે થે કી ઘરવાલોને કુછ નહીં દિયા. ઉનકી પહેલી બીબી જોતી સંગીતા ઉસકા ભી યહી હાલ થા લેકિન વો જીતી રહી, ક્યુકી ઉસકી લડકી થી. ઉસકે જીને કા સહારા વો બિચારી સહેતી રહી. લેકિન ભગવાન સે નહીં સહા ગયા તો ઉન્હોને ઉસે અપને પાસ બુલા લિયા.

યુવતીના પતિ અને સસરાની ધરપકડ
મેરે પાસ જીને કા સહારા ભી નહીં હૈ, મેં ખતમ હો ગઈ ઈન લોગો સે મિલને કે બાદ. જીસકો ભી લેટર મિલે વો પુલીસ કો જરૂર દેના, યા મેરે ઘરવાલો કો દેના. આ સ્યુસાઇડ નોટને લઈને રામોલ પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રસિંહ ચૌહાણ, ગુલાબસિંહ ચૌહાણ અને સુશીલાબેન ચૌહાણ સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો નોંધાતા પોલીસે યુવતીના પતિ અને સસરાની ધરપકડ કરી છે.

પરિણીતાના સસરા નિવૃત પોલીસ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આ ગુનામાં ઝડપાયેલા પરિણીતાના સસરા ગુલાબસિંહ ચૌહાણ ગુજરાત પોલીસમાં પીઆઇ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલ નિવૃત જીવન ગુજારે છે. જ્યારે તેનો પતિ ટોલટેક્સમાં નોકરી કરે છે. હાલ તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ બાદની વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...