12 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ:અમદાવાદમાં એમ્ફિ થિયેટર, પૅટડોગ માટે સ્પેસ, જિમ, યોગ પેવેલિયન સાથે પરિમલ ગાર્ડન 9મીથી શરૂ થશે

અમદાવાદ13 દિવસ પહેલાલેખક: પુનિત ઉપાધ્યાય
  • કૉપી લિંક
આકર્ષક સીટિંગ વ્યવસ્થા બનાવાઈ છે. - Divya Bhaskar
આકર્ષક સીટિંગ વ્યવસ્થા બનાવાઈ છે.
  • 60 વર્ષ જૂના બગીચાનું રૂ.12 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું

60 વર્ષ જૂના પરિમલ ગાર્ડનનું 12 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. 35 હજાર ચોમી વિસ્તારમાં ફેલાયેલ આ ગાર્ડનમાં એમ્ફિ થિયેટર, બેરિકેટેડ સ્પોર્ટસ ઝોન, મોડર્ન જિમ્નેશિયિમ, યોગા પેવેલિયન અને પેટ ડોગને લઈ જવા માટે સ્પેસિફિક સ્પેસ ફાળવવામાં આવી છે. 9 ઓગસ્ટે ગાર્ડન લોકો માટે ફરી ખુલ્લો મુકાશે.

ઓપન યોગા પેવેલિયન
ઓપન યોગા પેવેલિયન

બગીચા ખાતાના ડિરેક્ટર જિગ્નેશ પટેલે કહ્યું કે, પરિમલ ગાર્ડન શહેરીજનો માટે ફરીથી શરૂ થશે. 8 નવા આકર્ષણો સાથે આ ગાર્ડન ઓપન થઈ રહ્યો છે. શહેરમાં સૌપ્રથમ વખત કોઈ એવો ગાર્ડન પણ હશે જેમાં પેટ ડોગ માટે સ્પેશિયલ સ્પેસ રાખવામાં આવી છે. આ સાથે વસ્ત્રાપુર ગાર્ડનની જેમ અમ્ફિથિયેટરમાં પણ લોકો વિકેન્ડ કે અન્ય એક્ટિવિટી કરી શકે છે. આંબાવાડીથી પરિમલ ગાર્ડન સુધીનો રોડ પહોળો કરવા માટે ગાર્ડનની 20 ફૂટ જમીનની પણ કપાત કરાઈ છે.

એમ્ફિ થિયેટર
એમ્ફિ થિયેટર

35 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલા ગાર્ડનમાં 8 નવાં આકર્ષણો

ક્રિકેટ-વોલીબોલ માટે સ્પોર્ટ્સ ઝોન પણ બનાવાયો

  • 8 જેટલા લોન પ્લોટ ડેવલપ કરાયા છે
  • પેટ ડોગને લઈ જશો તો સ્પેસિફિક સ્પેસમાં રાખી શકશો
  • ક્રિકેટ-વોલીબોલ માટે સ્પોર્ટસ ઝોન
  • આધુનિક જિમનેશિયમ
  • 1 ચબૂતરો, બે ફાઉન્ટનને તૈયાર કરાયા
  • ઓપન જિમ તેમજ પેવેલિયન પણ છે
  • આકર્ષક એન્ટ્રન્સ પ્લાઝા
અન્ય સમાચારો પણ છે...