તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જીએસટીમાં બોગસ આઇટીસી લેનાર પરેશ નાથાલાલ ચૌહાણની જીએસટી વિભાગે ધરપકડ કરી હતી. ચૌહાણે હાઇર્કોટમાં જામીન માગ્યા હતા પરંતુ વિભાગે તપાસ બાકી હોવાથી જામીન ન આપવા પૂરતા પુરાવા રજૂ કરતા કોર્ટે જામીન રદ કર્યા હતા. દેશમાં પ્રથમવાર બોગસ આઇટીસી લેનાર વ્યક્તિના 60 દિવસ બાદ જામીન રદ થયા છે. જીએસટીમાં 60 કરોડની ખોટી આઇટીસી લેનાર આરોપી પરેશ ચૌહાણે હાઇર્કોટમાં જામીન માટે અરજી કરી હતી. સ્ટેટ જીએસટીએ તેનો વિરોધ કરી દલીલ કરી હતી કે હજુ આ કેસમાં 406 પાર્ટીને સમન્સ આપવામાં આવ્યા છે, જ્યારે ચૌહાણ પાસેથી ખોટી આઈટીસી લેનારી 92 પેઢી સામે તપાસ ચાલી રહી છે. વધારામાં અન્ય શકમંદો હાજર થયા ન હોવાથી તપાસને લગતા ડોક્યુમેન્ટ જપ્ત કરી શકાયા નથી. આરોપી દ્વારા કરવામાં આવેલા બોગસ વ્યવહારોમાં 5 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. જેથી આરોપીની ધરપકડ બાદ 60 દિવસ પૂરા થવા છતાં જામીન આપવા યોગ્ય જણાતું નથી. જેથી આ કેસમાં પૂરી તપાસ કરવામાં આવે અને આ કેસમાં કોન્ટમ ડ્યૂટી ચોરી મહત્વની નથી પરંતુ સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું તે મહત્વનું છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.