તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ઓનલાઈન શિક્ષણમાં બાળકો મૂંઝાતા વાલીઓએ ટ્યૂશન ખર્ચ કરવો પડે છે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્કૂલ ફી ઉપરાંત વધારાનો બોજ પડે છે

ઓનલાઇન એજ્યુકેશનમાં વાલીને આર્થિક ભારણ વધી રહ્યું છે. સ્કૂલની ફી ભર્યા બાદ ઓનલાઇન શિક્ષણ બાળકોને સમજાતું ન હોવાથી, પરીક્ષામાં બાળકને સારા ગુણ મળે તે માટે મોંઘી ફી અાપી ટ્યૂશન પણ કરાવી રહ્યાં છે. તેથી શિક્ષણ માટે વધારે બજેટ ફાળવવું પડે છે.

અત્યારે સ્કૂલોમાં માત્ર ઓનલાઇન એજ્યુકેશનથી અભ્યાસ કરાવાઇ રહ્યો છે. પરંતુ ઘણાં બાળકોને ઓનલાઇન એજ્યુકેશનમાં બહુ સમજ પડતી નથી. બાળકોને વારંવાર ઓનલાઇન એજ્યુકેશનમાં ન સમજાવાની ફરિયાદને કારણે વાલીને ડર લાગ્યા કરે છે, કે પોતાનું બાળક પાછળ રહી જશે તો? આ સ્થિતિમાં તે પર્સનલ ટ્યુશન રખાવે છે. કોરોના મહામારીમાં પણ વાલીને બાળકોના અભ્યાસ કરતાં તે રેંકમાં રહે તેની ચિંતા વધુ છે. આ જ કારણે શિક્ષકો પણ પર્સનલ ટ્યુશનના નામે વધુ ફી વસુલી રહ્યા છે. એક મહિલાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અમારો દિકરો ચોથા ધોરણમાં ભણે છે. તેને ઓનલાઇન એજ્યુકેશનમાં સમજ પડતી નથી. તેથી મારા દીકરા અને પાડોશના બે છોકરાં મળીને અમે પર્સનલ ટ્યુશન શરૂ કર્યું છે. સ્કૂલની ફી 24 હજાર છે. દર મહિને વધારાના બે હજાર જેટલો ખર્ચ ટ્યૂશન માટે કરવો પડે છે. ઓનલાઈન શિક્ષણ અંગે કેટલાક વાલીઓની ફરિયાદ છે કે, લાંબા સમયથી આ શિક્ષણ ચાલતું હોવાથી બાળકો પૂરતું ધ્યાન આપતાં નથી. વધારામાં કોઈ એક પ્રકરણ ન સમજાય તો તેની બીજા પ્રકરણ પર પણ અસર પડતી હોય છે કારણ કે ઓનલાઈન શિક્ષણમાં સ્કૂલ જેવું માર્ગદર્શન મેળવી શકાયું હોતું નથી.

પર્સનલ ટ્યૂશન ક્લાસની ફી વધી
કોરોના મહામારીને કારણે તમામ ક્લાસિસ બંધ હોવાથી પર્સનલ ટ્યુશન ફીમાં વધારો થયો છે. શિક્ષક પોતાને કોરોના સંક્રમણના ડરનું કારણ બતાવીને વાલી પાસેથી વધારે ફી વસૂલી રહ્યાં છે. વાલી પણ ક્લાસિસ બંધ હોઇ,અન્ય રસ્તો ન હોવાથી બાળકો માટે વધુ ફી ચૂકવી રહ્યાં છે.

પરીક્ષાઓ અંગે સ્પષ્ટતા જરૂરી છે
વાલીઓએ માગ કરી છે કે, સરકારે પ્રાથમિક સ્કૂલોમાં કઇ રીતે અને કેટલા કોર્ષ સાથે પરીક્ષા લેવાશે? તેની સ્પષ્ટતા કરવી જોઇએ. જેથી વાલી પણ બાળકોના એક વર્ષના અભ્યાસની ચિંતામાંથી મુક્ત થાય. ધો.9થી 12ની જેમ પ્રાથમિક સ્કૂલોના કોર્ષ અંગે પણ સરકારે સ્પષ્ટતા કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો