તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Parents Of All Classes Who Have Been Vaccinated Against Corona Vaccine By Udgam And Zebar School In Ahmedabad Will Be Given A Five Per Cent Discount In The Annual School Fee.

પ્રોત્સાહન:અમદાવાદમાં ઉદગમ અને ઝેબર સ્કૂલ દ્વારા કોરોના વેક્સિન લેનારા તમામ વર્ગના વાલીઓને સ્કૂલની વાર્ષિક ફીમાં પાંચ ટકા ડિસ્કાઉન્ટ અપાશે

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો. - Divya Bhaskar
ફાઈલ ફોટો.
  • દરેક ક્લાસનાં બાળકોનાં માતા-પિતા બંનેએ ફીમાં ડિસ્કાઉન્ટ મેળવવા માટે વેક્સિન લીધાનું સર્ટિફિકેટ આપવાનું રહેશે
  • આ પહેલ સાથે આ ચારેય સ્કૂલ્સની રૂ. બેથી સાડાત્રણ કરોડની ફી રાહત આપવાની યોજના
  • ચારેય સ્કૂલના કુલ 238 ક્લાસના 19 હજારથી વધુ વાલી સમુદાયને રસીકરણ અભિયાનમાં આવરી લેવાનો લક્ષ્યાંક

સમગ્ર દેશ હાલ કોરોનાની બીજી લહેરમાંથી બહાર આવ્યો છે અને સંભવિત ત્રીજી લહેરથી નાગરિકોને બચાવવા માટે રસીકરણ જ એકમાત્ર ઉપાય હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. મોટે પાયે રસીકરણને પ્રોત્સાહન આપવા અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદની અગ્રણી CBSE સ્કૂલ્સ ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રને તેમની બંને પ્રી-સ્કૂલ્સ સાથે એક અનોખી પહેલ આદરી છે, જેથી કોરોના મહામારીની ત્રીજી લહેરને ટાળવા માટે વાલીઓને રસીના બંને ડોઝ લેવા માટે પ્રોત્સાહિત કરી શકાય. 31 ઓક્ટોબર, 2021 કે એ પહેલાં રસીના બંને ડોઝ લેનારા તમામ વાલીઓને આ સ્કૂલ્સ દ્વારા વાર્ષિક ફીમાં પાંચ ટકાની રાહત આપવામાં આવશે.

વાલીઓને બેથી સાડાત્રણ કરોડની ફીમાં રાહત મળશે
આ પહેલ અંગે ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે કોવિડ-19ની ઘાતક બીજી લહેરથી અસર પામ્યા હોવા છતાં કેટલાક લોકો હજી પણ રસી લેવાથી ખચકાઈ રહ્યા છે. એઈમ્સ-નવી દિલ્હીના એક અભ્યાસ મુજબ, વેક્સિન લીધા પછી જો કોવિડ-19થી ફરી ચેપગ્રસ્ત થવાય તોપણ આ બીમારીને લીધે મૃત્યુ થવાની શક્યતા લગભગ નહિવત્ છે. સરકારના વ્યાપક રસીકરણ અભિયાનને સમર્થન આપવા તથા વાલીઓને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા અમે આ પહેલ આદરી છે, જેના અમે અંતર્ગત રૂ. બેથી સાડાત્રણ કરોડની ફી રાહત આપવા માગીએ છીએ.

ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સી
ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સી

વાલીઓ સમયસર રસી મુકાવવા માટે પ્રોત્સાહિત થશે
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમેરિકા, કેનેડા અને યુકે જેવા પશ્ચિમી દેશો મોટે પાયે રસીકરણ માટે વ્યાપક ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ દેશોનાં અનેક રાજ્યોના લોકો રસી લે એ માટે મફત પ્રોડક્ટ્સ અને અન્ય પ્રોત્સાહનો આપી રહ્યા છે. અનેક કોર્પોરેટ કંપનીઓ અને સ્થાનિક વેપારીઓ પણ આ ઝુંબેશમાં જોડાયાં છે અને રસીકરણ વિશે જાગૃતિ વધારવા માટે અનેક ઓફર્સ આપી રહ્યા છે. આપણા સમાજના લોકો રસીના બંને ડોઝ લે એની જવાબદારી અમારે ઉઠાવવી જોઈએ અને સરકાર પર સંપૂર્ણ રસીકરણનું ભારણ ઓછું કરવું જોઈએ. અમારા મતે આ પહેલથી નિઃશંકપણે વાલીઓ સમયસર રસી મુકાવવા માટે પ્રોત્સાહિત થશે

પાંચ લાખ લોકોએ બંને અને 21 લાખથી વધુએ એક ડોઝ લીધો
એક મહિના પછી અમદાવાદમાં કો-વેક્સિનનો બીજો ડોઝ લેવા લોકોની લાઈનો જોવા મળી હતી. ખાસ કરીને 18થી 44 વયજૂથના લોકો માટે સરકારે કો-વેક્સિન ઈન્ટ્રોડ્યુઝ કરી હતી. દેશમાં પહેલી મેથી 18થી 44 વયજૂથના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. શહેરમાં અત્યાર સુધીમાં 5 લાખ લોકોએ વેક્સિનના બંને ડોઝ, જ્યારે 21 લાખથી વધુએ એક ડોઝ લઈ લીધો છે. બુધવારે કુલ 33,503એ રસી મુકાવી હતી.