માસ પ્રમોશન:વાલીઓ: રિઝલ્ટ કેવી રીતે આપશો? વિધાર્થી: કોલેજમાં એડમિશનનું શું?

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરણ 12ની બોર્ડની પરિક્ષાનું મંગળવારે જ ટાઇમટેબલ રિલીઝ થયું હતું પણ માત્ર 24 કલાકમાં જ સીબીએસસી બાદ ગુજરાત બોર્ડે ધોરણ-12ની પરિક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. ત્યારે સરકારના આ નિર્ણયને લઇને સિટીભાસ્કરે ઘોરણ 12ના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણવિદ સાથે વાત કરી જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે તેઓ આ નિર્ણયને કેવો માની રહ્યાં છે.

લાસ્ટ એક્ઝામ નહીં આપ્યાનો અફસોસ છે
ધો.12ના ક્લાસ શરૂ થયા ત્યારથી ઓનલાઇન એજ્યુકેશનને લઈને અસમંજસ હતી. પછી એક્ઝામની તારીખ અને ટાઈમ ટેબલ બાબતે અલગ અલગ નિર્ણયો આવ્યા હતા. પણ હવે એક્ઝામ કેન્સલ થતા સ્કૂલ લાઈફની લાસ્ટ એક્ઝામ નહીં આપી શકવાનો અફસોસ રહેશે. - ફેરી પટેલ, સ્ટુડન્ટ

રિઝલ્ટ અને એડમિશન કયા આધારે મળશે?
ઓનલાઈન એજ્યુકેશનને કારણે ઘણા પ્રોબ્લેમ થતા હતા. એક્ઝામને લઈને સરકારના બદલાતાં નિર્ણયો બાદ તૈયારી કેમ કરવી એ જ નહોતું સમજાયું. એજ્યુકેશન તો ડિસ્ટર્બિંગ રહ્યું જ હતું હવે એક્ઝામ નહીં લેવામાં આવે તો કોલેજમાં એડમિશન લેવાનું શું? - જાનવી પટેલ, સ્ટુડન્ટ

કોરોનાને કારણે સરકારનો નિર્ણય યોગ્ય છે
પરિક્ષા રદ્દ થયાના સમાચારથી ખૂશ તો છું પણ એક બાજુ દુઃખ પણ થાય છે કારણ કે આખુ વર્ષ ઓનલાઈન ક્લાસ ભર્યા હતા અને મહેનત પણ કરી હતી. સરકારનો નિર્ણય ખોટો નથી કોરોનાના કેસ ફરી વધે અને ત્રીજી લહેરની પણ સંભાવના છે. -નિરમય ગજ્જર , સ્ટુડન્ટ

કોલેજ એડમિશન માટે માપદંડ કયા રહેશે?
સરકારના વારંવાર બદલાતાં નિર્ણયને કારણે વિદ્યાર્થીઓને સ્ટ્રેસ થાય જ છે પણ સાથે વાલીઓ પણ ચિંતામાં છે. એક્ઝામ કેન્સલ થતા હવે રિઝલ્ટ કઇ રીતે આપશે? કોલેજમાં એડમિશન વખતે કયા માપદંડ નક્કી કરવામાં આવશે? જેવા અનેક સવાલો અમારા મનમાં છે. - અમિતા પટેલ, વાલી

વિદ્યાર્થીઓના હિતમાં ઐતિહાસિક નિર્ણય છે
વિદ્યાર્થીઓના હિતમાં આ ઐતિહાસીક નિર્ણય છે. કોરોનાના આ કપરા કાળમાં વિદ્યાર્થીઓ સલામત રહેશે તો દેશની આવતીકાલ ઉજળી થશે. આ દિશામાં આ નિર્ણય લેવાયો છે. જેનું હું સમર્થન કરુ છું. -મુક્તક કાપડિયા, મેને.ડિરેક્ટર, એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ

માસ પ્રમોશનથી ભવિષ્ય પર અસર થશે
વિદ્યાર્થીઓએ આખુ વર્ષ તૈયારી કરી હતી ગઇકાલે ટાઇમટેબલ આવતા લાગતુ હતુ કે પરીક્ષા થશે. માસપ્રમોશનના નિર્ણયથી કોલેજમાં એડમિશન કેવી રીતે થશે, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર થશે. માર્કશીટ પણ કેવી રીતે તૈયાર થશે એ અંગે પણ કોઇ જ સ્પષ્ટતા નથી. -મીનાબેન, વાલી

અન્ય સમાચારો પણ છે...