તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ફી અંગેની ફોર્મ્યુલા તાકીદે ઘડી કાઢવા વાલીમંડળની માગણી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેટલીક સ્કૂલો નવેસરથી ફી માગતી હોવાનો આરોપ
  • સ્કૂલો સાથે બેઠક યોજી સરકાર નીતિની સ્પષ્ટતા કરે

વાલી મંડળે માંગ કરી છે કે સરકારે સ્કૂલ સંચાલકો અને વાલીઓને સાથે રાખીને જે ફોર્મ્યુલા તૈયાર કરવાની છે તેમાં મોડું ન કરે, જલદી વાલી મંડળ અને સ્કૂલ સંચાલકોને બોલાવીને પોતાનો નિર્ણય સ્પષ્ટ કરે. કારણ કે ઘણી સ્કૂલો બીજા સેમેસ્ટરની ફી પણ માંગી રહી હોવાની ફરિયાદ વાલી તરફથી મળી રહી છે.

શિક્ષણમંત્રી સ્કૂલ સંચાલકો સાથે બેઠક કરશે, પરંતુ તેમાં વાલી મંડળનો પણ સમાવેશ થાય તેવી માંગ મંડળ કરી રહ્યું છે. કારણ કે લૉકડાઉન દરમિયાન સ્કૂલોને કેટલી આવક થઇ અને કેટલો ખર્ચ થયો તેની માહિતી દરેક વાલીને મળવી જોઇએ. સરકાર કે સ્કૂલ સંચાલકો ફી નક્કી કરશે પરંતુ અંતે ફી ભરવાની તો વાલીઓએ જ છે. તેથી ફી અંગેના દરેક નિર્ણયમાં વાલી મંડળને સાથે રાખવામાં આવે. સરકારે પણ દરેક નિર્ણય પહેલા વાલીઓનું વિશાળ હિત જોવું જોઇએ. ફીનો મુદ્દો અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે ત્યારે સરકારે તેના પર તુરંત કાર્યવાહી કરવી જોઇએ.

કોલેજોને સાંકળવા રજૂઆત
વાલી મંડળ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સ્કૂલના વાલીઓની સાથે કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટના વાલીઓ પણ પોતાના બાળકોની ફી ઘટાડા માટેની માંગ કરશે. સાથે જ સ્કૂલમાં ફી અંગેની જે ફોર્મ્યુલા લાગુ કરાય તે જ કોલેજોમાં પણ લાગુ કરવાની માંગ કરશે.

અન્ય સમાચારો પણ છે...