તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પષ્ટતા હજી બાકી:ધો.12 વિજ્ઞાન પ્રવાહના પરિણામના વિષયો અંગે સ્પષ્ટતા ન કરાતાં વાલીઓ મૂંઝવણમાં

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધો.12ના વિજ્ઞાન પ્રવાહના પરિણામની ગાઇડલાઇન અંગે વાલીઓમાં અસમંજસતા જોવા મળી રહી છે, કારણ કે ધો.12ના વિષયોના ગુણની ગણતરીમાં ધો.10ના વિષયોના ગુણોને ધ્યાને લેવાશે, પરંતુ વિજ્ઞાન પ્રવાહમાં કેમેસ્ટ્રી , બાયોલોજી વગેરે વિષયોમાં ધો.10ના ક્યાં વિષયોના ગુણને ધ્યાને લેવાશે તે અંગે બોર્ડે કોઇ સ્પષ્ટતા કરી નથી.

આથી વાલીઓમાં પરિણામને લઇને હજુ અસમંજસતા જોવા મળી રહી છે. બોર્ડે ધો.12નું પરિણામ તૈયાર કરવા અંગે ગાઇડલાઇન તો જાહેર કરી છે. પરંતુ વિજ્ઞાન પ્રવાહના વિષયોને લઇને કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓનું વિષય જૂથ નક્કી કરવામાં મુશ્કેલી આવતી નથી, જ્યારે કે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સ્પષ્ટતાના અભાવે મુશ્કેલી ઉભી થઇ છે. વાલીઓની માગ છે કે બોર્ડે ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.10ના વિષય જૂથને લઇને તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...