• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Parents Annoyed By Instruction To Return Answer Book In Just 3 Hours, Schools Put Question Paper In Group And Asked Parents To Print It Themselves.

વાલીઓમાં નારાજગી:માત્ર 3 કલાકમાં ઉત્તરવહી પરત કરવાની સૂચનાથી વાલીઓ હેરાન, સ્કૂલોએ ગ્રૂપમાં પ્રશ્નપત્ર મૂકી વાલીઓને કહ્યું, પ્રિન્ટ જાતે કઢાવો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો.1થી 5માં પરીક્ષાના પહેલા દિવસે જ વાલીઓની નારાજગીથી વિવાદ

ધોરણ-1થી 5ની સોમવારથી શરૂ થયેલી પરીક્ષાના પ્રથમ દિવસે પ્રાથમિક સ્કૂલોના વાલીઓ માટે મુશ્કેલી ઉભી થઇ હતી. કારણ કે સ્કૂલોએ સવારે 8 વાગ્યે ગ્રૂપમાં મુકેલા પ્રશ્નપેપરની પ્રિન્ટ વાલીએ કઢાવીને, બાળક પાસે લખાવીને 3 કલાકમાં સ્કૂલે પહોંચાડવા સૂચના આપી હતી.

પ્રિન્ટ કઢાવવા માટે બહાર જવાનું, ત્યારબાદ સ્કૂલે પ્રિન્ટ આપવા જવા માટે સમય બગડતો હોવાની વાત વાલીઓએ કરી હતી. ધો. 9 થી 12માં પરીક્ષામાં સરકારી સ્કૂલમાં 67.55 ટકા, ગ્રાન્ટેડ સ્કૂલોમાં 72.36 ટકા અને ખાનગી સ્કૂલોમાં 80.49 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સ્કૂલોને સમય અને પેપર સેટ કરવાની છૂટ અપાઇ છે. તેથી સ્કૂલોએ પોતાને ત્યાં ચાલ્યો હોય એ કોર્સમાંથી પેપર સેટ કર્યા હતા. પરંતુ બાળકોની સાથે આ વખતે વાલીઓએ પણ પરીક્ષાના સમય પત્રક પ્રમાણે પોતાની કામગીરી કરવી પડી હતી. હાલમાં નોકરી કરતા ઘણા વાલીઓને વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું હોવાથી બાળકોની જીદને કારણે પોતાનું કામ છોડીને સ્કૂલે પેપર આપવા જવું પડ્યું હતું.

સ્કૂલોનો ઓફલાઇન પરીક્ષાનો આગ્રહ
કોરોના બાદ જે વર્ગો ઓફલાઇન શરૂ કરાયા છે તે વર્ગોની પરીક્ષા ઓફલાઇન લેવા સ્કૂલોએ આગ્રહ રાખ્યો હતો. સંચાલકોના મતે, વાલીઓએ પણ આ પરીક્ષામાં ઓફલાઇનની સંમતિ આપી છે. તેથી સ્કૂલોએ કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કર્યું છે. વિદ્યાર્થીઓ દૂર બેસતા હોવાથી કોરોનાની ગાઇડલાઇનનો સરળતાથી અમલ થાય છે.

અન્ય સમાચારો પણ છે...