તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેપરલેસ બજેટ:વિધાનસભા સત્રમાં પણ પેપરલેસ કામગીરી કરાશે, 9 લાખ કાગળ બચાવવાનો લક્ષ્યાંક રખાયો

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધારાસભ્યોને સોફ્ટકોપીમાં માહિતી અપાશે

રાજ્ય સરકારે આ વખતે કેન્દ્ર સરકારની જેમ પેપરલેસ બજેટ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે વિધાનસભા દ્વારા પણ સત્ર દરમિયાન કાગળનો ઉપયોગ શક્ય એટલો ઘટાડીને પેપરલેસ કામગીરી માટેના પ્રયાસ હાથ ધરાયા છે. વિધાનસભાના એક મહિનાના બજેટ સત્ર દરમિયાન 9 લાખ જેટલા કાગળ બચાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા આ વખતે બજેટની જરૂર જેટલી 150 પુસ્તિકા છપાવવામાં આવનાર છે. બાકીની બજેટબૂક અને અન્ય તમામ સાહિત્ય પેનડ્રાઇવમાં આપવામાં આવશે. હવે વિધાનસભા સચિવાલય દ્વારા પણ પેપરલેસ કામગીરીના ભાગરૂપે માત્ર જરૂરી હોય તેટલા જ સાહિત્ય ધારાસભ્યોને આપવામાં આવશે. બાકીની તમામ માહિતી, દસ્તાવેજો, સૂચનાઓ સોફ્ટ કોપીમાં અપાશે. સામાન્ય સૂચનાઓ જે કાગળના સ્વરૂપમાં દરેક ધારાસભ્યોના મેજ ઉપર મૂકવામાં આવે છે તેના બદલે રૂટીન સૂચનાઓ ઇ-મેઇલ કે મેસેજથી અપાશે. અન્ય દસ્તાવેજી સાહિત્ય સીડી કે પેનડ્રાઇવમાં સોફ્ટકોપીના સ્વરૂપમાં આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો