ગુજરાત હાઇકોર્ટમાં પેપરલેસ ઇ-સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ ઇ-સેવા કેન્દ્રથી અરજદારો, વકીલો તથા પક્ષકારોના સમયનો બચાવ થશે. અરજદારોએ હવે ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે હાઇકોર્ટ સુધી નહીં જવું પડે. તેઓ માય કેસ સ્ટેટસ મારફતે કોર્ટમાં જમા કરાવવા પડતા ડોક્યુમેન્ટ સરળતાથી સબમિટ કરી શકશે. આ સાથે જ હાઇકોર્ટનો ઈ-મેઈલ દ્વારા કેસની માહિતી આપવાનો પ્રયાસ છે. આ માટે એન્ડ્રોઇડ અથવા iOS પ્લેટફોર્મ પર ઇ-કોર્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
ઇ-સેવા કેન્દ્રમાં કેસની તમામ માહિતી મળશે
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઇ-સેવા કેન્દ્ર શરૂ કરાયું છે. જે કેસના ડોક્યુમેન્ટ્સ, કેસ સ્ટેટસ સહિતની તમામ માહિતી પ્રદાન કરશે. આ ઇ-સેવા કેન્દ્રમાં 'માય કેસ સ્ટેટસ' પર ઇમેઇલ કરવાથી કેસની વિગતો મેળવી શકાશે અને અરજીઓ થઇ શકશે. હાઇકોર્ટમાં અરજી કરવા, કેસની તારીખ જાણવા કે કેસનું સ્ટેટસ જાણવું હોય તો આ ઇ-સેવા કેન્દ્ર થકી મળી રહેશે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે ઇ-સેવા કેન્દ્ર આશીર્વાદ રૂપ બનશે.
કાનૂની સલાહ આપવા પણ અલગ વિન્ડો બનાવાશે
આ સાથે જ ગુજરાત હાઇકોર્ટનો ઇ-મેઇલ થકી કેસ વિશેની માહિતી આપવાનો પ્રયાસ છે. ગુજરાત હાઇકોર્ટ સિવાય રાજ્યની તાલુકા કક્ષા સુધીની તમામ કોર્ટમાં સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવશે. રાજ્યના કોઇપણ ઇ-સેવા કેન્દ્ર પરથી રાજ્યની હાઇકોર્ટથી લઈને ગમે તે બોર્ડના કેસ સ્ટેટસની માહિતી અહીંથી મેળવી શકાશે. આ ઉપરાંત કાનૂની સલાહ માટે પણ અલગથી એક વિન્ડો બનાવવામાં આવી છે, જ્યાં લોકોને કાનૂની સહાય વિશેની માહિતી આપવામાં આવશે. આ સાથે અમદાવાદમાં સીટી સિવિલ કોર્ટમાં પણ પ્રાયોગિક ઇ-સેવા કેન્દ્ર શરૂ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.