બોર્ડનો નિર્ણય:ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પેપર રિચેકિંગનો કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ માર્ચ 2022ની ઉત્તરવહીના રિચેકિંગ માટેની પ્રક્રિયા શરૂ થઈ છે. વિદ્યાર્થીઓને આ વખતે પોસ્ટથી કોલ લેટર નહીં મળે. તેમણે બોર્ડની વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે. કોલ લેટરમાં સમય સ્થળ અને તારીખ દર્શાવેલી હશે.

રિચેકિંગની કાર્યવાહી 18થી 24 જૂન દરમિયાન કરાશે. ઉત્તરવહી અવલોકન માટે અરજી કરનાર ઉમેદવાર સમય, સ્થળ અને તારીખ જેવી વિગતો દર્શાવતો કોલ લેટર બોર્ડની વેબસાઇટ sci.gseb.org તેમજ gseb.org પર પોતાનો બેઠક નંબર તથા અરજી કરતી વખતે રજિસ્ટર મોબાઇલ નંબર એન્ટર કરીને મેળવી શકશે.

આ વખતે વિદ્યાર્થીઓને અવલોકન માટેના કોલ લેટર ટપાલ દ્વારા મોકલવામાં આવશેે નહીં. અવલોકન માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી ડાઉન લોડ કરેલા કોલ લેટર, (હોલ ટિકિટ), ગુણપત્રકની નકલ અને અવલોકન માટે ફી ભર્યાની રસીદ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...