સરકાર ચિંતિત:પેપર લીક કાંડે મુખ્યમંત્રીની ઊંઘ ઉડાડી, પરીક્ષા રદ કરવા અને અસિત વોરાની હકાલપટ્ટી મુદ્દે મુખ્યમંત્રી બંગલે બેઠકોનો દોર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભૂપેન્દ્ર પટેલ- મુખ્યમંત્રી - Divya Bhaskar
ભૂપેન્દ્ર પટેલ- મુખ્યમંત્રી
  • ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને હટાવવાના મુદ્દે ભાજપ સંગઠન અને સરકાર અસમંજસમાં, હાઇકમાન્ડ પર છોડી દીધું
  • પરીક્ષા રદ્દ કરવામાં આવે તેવી જ શક્યતા સેવાઈ રહી છે

ગુજરાત ગૌણ સેવા મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો પર્દાફાશ થયા બાદ સરકારમાં દોડધામ મચી જવા પામી છે. એટલું જ નહીં, આ પરીક્ષા યથાવત રાખવી કે રદ્દ કરવી તે અંગેનો નિર્ણય લેવાની સાથે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાની હકાલપટ્ટી કરવી કે નહીં. તે મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને બેઠકો ચાલી હતી. સાથે સાથે ભાજપ હાઇકમાન્ડનું પણ સતત માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે.

સોમવારે નિર્ણય જાહેર થઈ શકે છે
ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર લીક મામલે ગઈકાલે મોડીરાત સુધી આ મુદ્દે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક ચાલી હતી. જ્યારે આજે ફરી ગૌણ સેવા મંડળના અધિકારીઓ તેમજ સરકારના પદાધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં પરીક્ષા રદ્દ કરવામાં આવે તેવી જ શક્યતા સેવાઈ રહી છે. આ અંગેનો આખરી નિર્ણય સોમવાર સુધીમાં જાહેર થઈ શકે છે.

હાઈકમાન્ડ પાસે સરકાર અને સંગઠન માર્ગદર્શન મેળવાઈ રહ્યું છે
પેપર લીક કાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના વડા અસિત વોરા સામે કાર્યવાહી થવી જ જોઈએ તેવી માંગણી પક્ષના નેતાઓ સહિત સરકારના કેટલાક મંત્રીઓમાં પ્રબળ બની છે. મુખ્યમંત્રી અને પક્ષ પ્રમુખ સહિત ભાજપના સિનિયર આગેવાનો આ મામલે પણ હાઇકમાન્ડનું સતત માર્ગદર્શન મેળવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તેમની સામે કેવી કાર્યવાહી કરવી તે વિશે સરકાર દ્વારા રાષ્ટ્રીય નેતૃત્વનું માર્ગદર્શન લેવામાં આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...