પેપર લીક કાંડ:અમદાવાદની 5 સ્ટાર હોસ્પિટલમાં નોકરી કરે છે આરોપી મહેશ પટેલ, પ્રેગ્નન્ટ પત્ની સહિત પરિવાર આઘાતમાં ઘરમાં બંધ

અમદાવાદએક મહિનો પહેલા
અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલી શાશ્વત રેસિડેન્સીમાં આવેલું મહેશ પટેલનું ઘર
  • મહેશ પટેલના પરિવારમાં માતા, પત્ની અને બાળક

12 ડિસેમ્બરે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ-કોન્ફરન્સ કરીને પેપર લીક થયાના છ દિવસ બાદ એની કબૂલાત કરી છે. આ મામલે અત્યારસુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે. આ પેપર લીક કેસમાં સાબરકાંઠા પોલીસે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં દસ આરોપીઓ સામે છેતરપિંડી સહિતનો ગુનો દાખલ કર્યો છે પેપર લીક કેસમાં આરોપી તરીકે અમદાવાદના ન્યુ રાણીપમાં રહેતા મહેશ કમલેશકુમાર પટેલનું પણ નામ બહાર આવ્યું છે.

પેપરલીક કાંડમાં સંડોવણી ખુલતા પરિવારજનો રડ્યાં
પેપરલીક કાંડનો આરોપી અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલી શાશ્વત રેસિડેન્સીમાં પરિવાર સાથે રહે છે. મહેશ પટેલની ધરપકડ બાદ તેના ઘર બહારનો માહોલ એકદમ શાંત જોવા મળ્યો હતો. મહેશ પટેલનો પરિવાર અત્યારે ખૂબ જ ચિંતામાં અને આઘાતમાં જણાયો હતો. આજે સવારે જ્યારે પેપર લીક કેસમાં મહેશ પટેલનું નામ બહાર આવ્યું ત્યારે પરિવારને જાણ થઈ હતી કે, તેમની પણ આ કેસમાં સંડોવણી છે. જેથી તેઓ ખૂબ જ રડવા લાગ્યા હતા, અને પરિવાર અત્યારે ઘર બંધ કરીને પુરાઈ રહ્યો છે.

મહેશ પટેલની ધરપકડ બાદ તેના ઘર બહારનો માહોલ એકદમ શાંત જોવા મળ્યો હતો
મહેશ પટેલની ધરપકડ બાદ તેના ઘર બહારનો માહોલ એકદમ શાંત જોવા મળ્યો હતો

પરિવાર કોઈ સાથે વાત કરવા તૈયાર નથી
મહેશ પટેલનો પરિવાર અત્યારે કોઈની સાથે વાતચીત કરવા માટે તૈયાર નથી. પાડોશીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે મહેશ પટેલ અમદાવાદ શહેરની એક ફાઇવ સ્ટાર હોસ્પિટલમાં મેનેજમેન્ટમાં નોકરી કરે છે. ઘરે આવ્યા નથી અને તેઓની સાથે વાતચીત થતી ન હતી તેમના પરિવારમાં તેમની માતા, પત્ની અને એક બાળક છે. તેમની પત્ની હાલમાં પ્રેગ્નનન્ટ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ત્યારે આસપાસના પડોશીઓ અને અન્ય લોકોને મહેશ પટેલ વિશે અને તેના પરિવાર વિશે પૂછતાં તેઓ વધુ કોઈ વાત જાણતા ન હોવાનું જણાવ્યું હતું.

ઘરે આવ્યા નથી અને તેઓની સાથે વાતચીત થતી ન હતી
ઘરે આવ્યા નથી અને તેઓની સાથે વાતચીત થતી ન હતી

પેપરની નકલ 10થી 15 લાખ રૂપિયામાં વેચવાની હતી
પેપરલીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે, પરીક્ષા પહેલાં જ કોઈ સરકારી નોકરની મદદથી કે અન્ય કોઈ પ્રકારે મેળવીને તેને 10થી 15 લાખ રૂપિયામાં પરીક્ષાર્થીઓને વેચી પેપરની નકલ સાથે પુસ્તકો ઉપલબ્ધ કરાવી પ્રાંતિજ, હિંમતનગર અને વિસનગરમાં પેપર સોલ્વ કરવાની તેમજ અહીંથી પરીક્ષાર્થીઓને તેમના નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની સગવડ કરી આપી હતી. એમ પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.

ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરવામાં આવ્યું
પોલીસ ફરિયાદ પ્રમાણે પ્રાંતજ તાલુકાના ઉંછા ગામના જયેશ પટેલે કોઈની મદદથી પેપરની નકલ મેળવી લીધી હતી. તેણે ઉંછા ગામના જસવંત પટેલ અને તેના પુત્ર દેવલ પટેલને પેપરની નકલ આપી હતી. દેવલ પટેલ પ્રાંતિજના પોગલું ગામે પોતાના સસરા મહેન્દ્ર પટેલના ઘરે પાંચ પરીક્ષાર્થીઓને લઈને ગયો હતો. આ પાંચ પરીક્ષાર્થીઓમાં એક ધૃવ બારોટ પણ હતો. આ પાંચેય પરીક્ષાર્થીઓને પેપર સોલ્વ કરવા માટે બેસાડવામાં આવ્યાં હતાં. તેમના મોબાઈલ પણ સ્વીચઓફ કરાવી દેવાયા હતાં. બાદમાં તેમને અલગ અલગ વાહનોમાં બેસાડીને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચડાયા હતાં. પરીક્ષા પુરી થયા બાદ તેમને મોબાઈલ પરત કરાયા હતાં.

10 આરોપીમાંથી 6 લોકોની ધરપકડતેમણે પત્રકારોને કહ્યું હતું કે આ કેસમાં અત્યારસુધીમાં 10માંથી 6 લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં મહેશ પટેલ (ન્યુ રાણીપ), ચિંતન પટેલ(પ્રાંતિજ) કુલદીપ પટેલ (કાણિયોલ, હિંમતનગર) ધ્રુવ પટેલ, દર્શન વ્યાસ, સુરેશ પટેલ (હિંમતનગર)ની ધરપકડ કરાઈ છે.

આ કેસમાં 24થી વધારે પોલીસની ટીમો કાર્યરત હતી. ગુનામાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફીથી 406, 406, 409, 120 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.