ચપ્પુ મારતાં ટ્રાન્સપોર્ટર લોહીલુહાણ:બારેજા નવાગામે પાપડની ફેક્ટરીના માલિક પર ચપ્પાથી હુમલા કરાયો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમે અમારી ફેન્સિંગ વાડ તોડી છે, તમને જાનથી મારી નાખીશું કહી કારમાંથી ચપ્પુ કાઢી ચપ્પુ મારતાં ટ્રાન્સપોર્ટર લોહીલુહાણ

બારેજા નવાગામ રોડ પર આવેલ પાપડની ફેકટરીના માલિક પર ફેકટરી સામે આવેલ પ્લોટના માલિકે ચપ્પા વડે હુમલો કરતા બચાવ માટે વચ્ચે પડેલા ટ્રાન્સપોર્ટર ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે તેમજ ચપ્પા વડે હુમલો કરનાર શખ્સ અને તેની પત્ની વિરુદ્ધ અસલાલી પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ છે.

ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરતા લાભાના આયુશ શર્મા પોતાના બિઝનેસ સંદર્ભે બારેજા નવાગામ માર્ગપર આવેલ પાપડની ફેક્ટરીએ ગયો હતો. ફેકટરીના ગેટ પર ફેકટરીના માલિક કેતનભાઈ તેમજ તેઓના ભાઈ અલ્પેશભાઈ સાથે વાતચીત કરતા હતા. તે દરમિયાન એક કાર આવી અને તેમાંથી 1 મહિલા અને શખસ કારમાંથી ઉતરી શખ્સએ અલ્પેશભાઈને કહ્યું તમારી સામે આવેલી જમીનનો માલિક હું મુસ્તાક વલિમિયાં કુરેશી છું. મારી જમીનની ફેન્સિંગ વાડ કેમ તોડી છે. તમારી ફેક્ટરીના વર્કરો અહીં પેશાબ કરી મારી જમીન બગાડે છે.

અલ્પેશભાઈએ જણાવ્યું કે રખડતી ગાયો ભેંસોએ તોડી હશે. કહેતા મુસ્તાક કુરેશી સાથેની મહિલાએ પણ બીભત્સ ગાળાગાળી કરી. મુસ્તાક કુરેશીએ ફેકટરી માલિકો પર ગુસ્સે થઈ તમે અમારી ફેન્સિંગ વાડ તોડી છે તમને આજે છોડીશું નહિ જાનથી મારી નાખીશું કહી કારમાંથી ચપ્પુ કાઢી લાવી અલ્પેશભાઈ પર ઘા કર્યો હતો.

અલ્પેશભાઈને બચાવવા ટ્રાન્સપોર્ટર આયુશ વચ્ચે પડતા મુસ્તાક કુરેશીએ ઘા કરી ટ્રાન્સપોર્ટર આયુશને ચપ્પુ મારતા ટ્રાન્સપોર્ટર છાતીથી કમરના ડાબા ભાગ સુધી ઘા કરતા ઘસરકાથી લોહીલુહાણ થઈ ગયા હતા. ફેકટરી માલિકે પોલીસને જાણ કરતા મુસ્તાક કુરેશી અને તેની સાથેની આઇશા નામની મહિલા ભયભીત બની કારમાં બેસી ભાગી ગયા. અસલાલી પોલીસમા બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...