ઝાયડ્સના સર્વેસર્વાને નવી જવાબદારી:પંકજ પટેલ અમદાવાદ IIMના નવા ચેરપર્સન બન્યાં, 8 વર્ષથી બોર્ડ ઓફ ગર્વનન્સના સભ્ય

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પંકજ પટેલે ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર્સ ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યો છે. - Divya Bhaskar
પંકજ પટેલે ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર્સ ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યો છે.

IIM અમદાવાદના ચેરપર્સન તરીકે પંકજ પટેલની પસંદગી કરવામાં આવી છે. કુમાર મંગલમ બિરલાની 4 વર્ષની અવધિ પુરી થતા નવા ચેરપર્સન તરીકે પંકજ પટેલની નિમણુક કરવામાં આવી છે. પંકજ પટેલ 8 વર્ષથી IIM અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય છે આ ઉપરાંત પંકજ પટેલ ઝાયડ્સ લાઈફ સાયન્સના ચેરમેન છે.

છેલ્લા આઠ વર્ષથી બોર્ડના સભ્ય તરીકે જોડાયેલા છે
IIM અમદાવાદમાં લોગો બદલવામાં આવ્યો તથા અનેક બિલ્ડિંગનું સમારકામ કરવામાં આવી રહ્યું છે આ બધાની વચ્ચે ચેરપર્સન તરીકે કુમાર મંગલમ બિરલાની અવધી પૂરી થતા નવા ચેરપર્સન તરીકે ઝાયડસના ચેરમેન પંકજ પટેલની પસંદગી કરીને નિમણૂક કરવામાં આવી છે. પંકજ પટેલ છેલ્લા આઠ વર્ષથી બોર્ડના સભ્ય તરીકે પણ સાથે જોડાયેલા છે.

પંકજ પટેલ છેલ્લા આઠ વર્ષથી બોર્ડના સભ્ય તરીકે પણ જોડાયેલા છે.
પંકજ પટેલ છેલ્લા આઠ વર્ષથી બોર્ડના સભ્ય તરીકે પણ જોડાયેલા છે.

અનુભવથી લોકો સાથે કામ કરવા મળશેઃ પંકજ પટેલ
પંકજ પટેલે જણાવ્યું હતું કે અત્યારે વૃદ્ધિનો તબક્કો ચાલી રહ્યો છે અને આ તબક્કા વચ્ચે મારી નિમણૂક છે.તે મારા માટે ખૂબ જ મહત્વનું છે. મને ખૂબ જ ઉત્સાહ છે કારણકે મને આ ઇન્સ્ટિટ્યૂટમાં મહત્વની નિમણુક આપવામાં આવી છે. બોર્ડ ઓફ ગવર્નર,ફેકલ્ટી મેમ્બર, સ્ટુડન્ટ, સ્ટાફ મેમ્બર સાથે કામ કરવાની વધુ એક તક મળી છે.મારા સહકાર અને મારા અનુભવથી લોકો સાથે કામ કરવા મળશે તેનો મને આનંદ છે.

ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્મા કંપની કેડિલા હેલ્થકેરનાં ચેરમેન.
ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્મા કંપની કેડિલા હેલ્થકેરનાં ચેરમેન.

કોણ છે પંકજ પટેલ?
અબજોપતિ બિઝનેસમેન પોતે ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્મા કંપની કેડિલા હેલ્થકેરનાં ચેરમેન છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર્સ ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ તેમણે પિતાજી રમણભાઈ પટેલની સ્થાપેલી કંપની કેડિલા હેલ્થકેર જોઈન કરી લીધી હતી.

IIMને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાની તૈયારી
ભારતની ટોપ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ IIM ઈન્ટરનેશનલ લેવલ પર જવાની તૈયારીમાં છે. આ સફરમાં પહેલુ પગલુ IIMનું કેમ્પસ વિદેશમાં ખોલવાનું છે. આ વિશે IIM Kozhikodeના ડાયરેક્ટર પ્રોફેસર દેબાશીષ ચેટર્જીએ જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે સંસ્થા આઈઆઈએમના બ્રાન્ડને ગ્લોબલ બનાવવાનુ પ્લાનિંગ કરી રહી છે. આ માટે પહેલી જગ્યા પણ પસંદ કરી લેવાઈ છે. તે જગ્યા છે દુબઈ. જો સમગ્ર વાતચીત સફળ રહી તો દુબઈમાં IIM કોઝીકોડનું પહેલું કેમ્પસ ખોલવામાં આવશે.

IIM કેમ્પસ માટે દુબઈ જ કેમ?
IIM કોઝીકોડના ડાયરેક્ટર પ્રો. દેબાશિસ ચેટર્જીએ કહ્યું કે અમે દુબઈને એક એવી જગ્યાની જેમ જોઈએ છે જે પ્રયોગો અને બિઝનેસના ઈનોવેશન્સ માટે યોગ્ય છે. જો અહીં પોતાનુ કેમ્પસ હશે તો અમારી ફેકલ્ટી ત્યાં જઈને ગ્લોબલ એક્સપોઝર પ્રાપ્ત કરી શકશે. એક કારણ એ પણ છે કે દુબઈ દરેક રીતે એક કોસ્મોપોલિટન જગ્યા છે. IIMએ ગ્લોબલ બનાવવાની વાત પર પ્રોફેસર ચેટર્જીએ આગળ કહ્યુ કે અમે માનીએ છીએ કે કોઈ પણ રીતે ઈનોવેશન માટે પહેલી બાબત હોય છે વિવિધતા એટલે ડાયવર્સિટી.

અન્ય સમાચારો પણ છે...