તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી પાછળનું ગણિત:ગુજરાતના મુખ્યસચિવપદ માટે હવે પંકજ કુમારનું નામ ફાઇનલ થઈ શકે છે, અનિલ મુકિમ ઓગસ્ટમાં નિવૃત્ત થઈ રહ્યા છે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાના નવા કલેકટર તરીકે કોણ આવશે તે ચર્ચાનો વિષય બન્યો
  • ડો. વિનોદ રાવને દિલ્હી ખાતે લઈ જવામાં આવશે તેવી ચર્ચા

ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકિમને નિવૃત્તિ પછી આપવામાં આવેલું એક્સટેન્શન ઓગસ્ટ મહિનામાં પૂરું થઈ રહ્યું છે. મુકિમ પણ હવે એક્સટેન્શન લેવાને બદલે નિવૃત થવા ઇચ્છી રહ્યા છે, ત્યારે તેમના સ્થાને પંકજ કુમાર અને રાજીવ ગુપ્તા વચ્ચે ભારે હોડ ચાલતી હતી,

આ સંજોગોમાં આજે થયેલી બદલીઓમાં પંકજ કુમારને ગૃહ સચિવ અને રાજીવ ગુપ્તાને ઉદ્યોગ અને ખાન ખનીજ સચિવ પદે મૂકવામાં આવ્યા છે. સામાન્ય રીતે રાજ્યની સૌથી મોટી પોસ્ટ મુખ્ય સચિવ માટે ગૃહ સચિવને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે, તે જોતા હવે પંકજ કુમારને આગામી દિવસોમાં રાજ્યના મુખ્યસચિવ બનાવવામાં આવે તેવી શક્યતા છે.