તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી જવાબદારી:પંકજકુમાર મુખ્ય સચિવ બને તેવી શક્યતા, ગમે ત્યારે ઓર્ડર આવી શકે

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુકીમને વડાપ્રધાન પોતાના કાર્યાલયમાં દિલ્હી બોલાવી શકે
  • મુકીમ કૈલાસનાથનને મળ્યા, કૈલાસનાથન દિલ્હી જવા રવાના

ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમનું બીજું એક્સટેન્શન 31 ઓગસ્ટે પૂર્ણ થઇ રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે હાલ ગૃહ વિભાગના સચિવ પંકજકુમારનું નામ લગભગ નક્કી મનાય છે. હાલ મુકીમ બાદ ગુજરાતની અમલદારશાહીમાં સૌથી સિનિયર અધિકારી પંકજકુમાર છે. ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને તેમનું નામ મુખ્ય સચિવ માટે પસંદ કરવા દરખાસ્ત મોકલી રહી છે.

પંકજકુમાર મૂળ બિહારના વતની છે અને તેઓ 1986 બેચના અધિકારી છે. તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખૂબ નજીકના ગણાય છે. આ દરમિયાન વર્તમાન મુખ્ય સચિવ અનિલ મુકીમે ગુરુવારે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન સાથે એક અંગત મુલાકાત કરી હતી. કે. કૈલાસનાથન પણ દિલ્હી જઇ રહ્યા છે. કૈલાશનાથન દિલ્હી પહોંચ્યા બાદ ગમે ત્યારે ગુજરાતના નવા મુખ્ય સચિવની નિમણૂંકના આદેશો થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...