તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IAS અધિકારીઓની બદલી:પંકજકુમાર અને રાજીવ ગુપ્તાને બદલીના ખાસ લાભ નહીં મળે

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પંકજકુમારની ફાઇલ તસવીર - Divya Bhaskar
પંકજકુમારની ફાઇલ તસવીર
  • રાજીવ ગુપ્તાને નાણાં ખાતું મળ્યું હોત તો દબદબો વધ્યો હોત
  • આરોગ્ય ખાતામાં અનુભવ લઇ ચૂકેલા અધિકારીઓની નિમણૂક નહીં

બુધવારે બદલીના હુકમોમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર પાસે ગૃહ વિભાગનો વધારાનો હવાલો હતો તેને સ્થાને તેમને ગૃહ વિભાગમાં રેગ્યુલર પોસ્ટિંગ આપ્યું છે. આમ CMએ વિશ્વાસુને આ વિભાગમાં બેસાડી નિયંત્રણ પોતાના હસ્તક કરવાની ચેષ્ઠા કરી છે, પરંતુ તેવો ક્યાસ લગાડવો ભૂલ ભરેલું સાબિત થઇ શકે, કે હવે પંકજકુમાર મુખ્ય સચિવ બનવા તરફ જઈ રહ્યા છે. તેઓ અગાઉ આ પદ માટે પાત્રતા ધરાવતા હોવા છતાં અનિલ મુકીમને અપાયેલું છ મહિનાનું એક્સટેન્શન ઘણી બીજી બાબતો તરફ ઇશારો કરે છે.

રાજીવ કુમાર ગુપ્તાને વન અને પર્યાવરણ વિભાગમાંથી ઉદ્યોગ વિભાગમાં મૂકાયા છે. કોરોનામાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની નથી. તેવાં સંજોગોમાં તેમની ભૂમિકા અહીં ખૂબ મર્યાદિત થઇ જશે. આ પોર્ટફોલિયો મુખ્યમંત્રી પાસે છે તેથી ગુપ્તા સીધા મુખ્યમંત્રીના તાબા હેઠળ આવી ગયા છે. વધુમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ઉદ્યોગ વિભાગને લગતી બાબતો તેમના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ જોશે તેથી ગુપ્તાને નિખરવાની તકો ઓછી રહેશે,વધુમાં તેઓ આવતાં વર્ષે મે મહિનામાં નિવૃત્ત થશે એટલે અહીં તેમને અગિયાર મહિના માંડ મળશે.

મનોજ કુમાર દાસને ઉદ્યોગમાંથી પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગમાં ખસેડાયા છે જે વધારાના ચાર્જમાં ચાલતું ખાતું હતું, અને તે મહત્ત્વનું રહેશે. જો કે આ બાબતોમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન હથોટી ધરાવે છે પણ હવે આ વિભાગમાં સચિવની સ્વતંત્ર નિયુક્તિ થઇ ગઇ છે.

જયંતિ રવિ કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર તામિલનાડું જઇ રહ્યા છે તેવાં સંજોગોમાં આરોગ્ય વિભાગમાં કામ કરી ચૂકેલાં અંજુ શર્મા અને જેપી ગુપ્તા જેવા અધિકારીઓના અનુભવને કામે લઇ શકાયો હોત, તેને બદલે અહીં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાંથી મનોજ અગ્રવાલને મુકવામાં આવ્યા છે, જો કે તેઓ પણ સક્ષમ અધિકારી છે.

વિજય નેહરા લાંબાગાળે સચિવાલયમાં પ્રવેશ્યા
સુનયના તોમરની ઉર્જા જેવા મહત્ત્વના વિભાગમાંથી સામાજિક ન્યાય અને અધિકારીતા જેવા સામાન્ય વિભાગમાં થઇ છે. તોમરની કાર્યશૈલી પર પ્રશ્નાર્થ સર્જે તેવી આ બદલી છે. નેહરા અમદાવાદ મ્યુનિ. કમિશ્નરમાંથી સીધા ગ્રામ વિકાસ કમિશનરના પદ પર મુકાયા હતા તેનને સ્થાને હવે તેઓ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ થકી સાતેક વર્ષના લાંબાગાળા બાદ સચિવાલયમાં પ્રવેશ્યા છે, આ વિભાગમાં તેઓ ઘણું સારૂં પ્રદર્શન કરી શકે છે. આમ સીધી રીતે આ વિભાગની પ્રવૃત્તિ નજરમાં નથી આવતી, પણ તેમાં ખૂબ મોટાં કામો થતાં હોય છે. શહેરી વિકાસ વિભાગમાં ટકી રહેલા મુકેશ પૂરીની બદલી હજુ ન થતાં આશ્ચર્ય છે, તો સોનલ મિશ્રાને ગ્રામ વિકાસ કમિશનર તરીકે ખસેડાયાં એ તેમના માટે આંચકો જ છે.

અન્ય સમાચારો પણ છે...