તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:અમદાવાદમાં હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે પાની હાટી ચિડા-દહી મહોત્સવની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ઉજવણી કરવામાં આવી - Divya Bhaskar
હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ઉજવણી કરવામાં આવી
  • ભગવાનનો દૂધ,દહીં, મધ, ગોળનુ પાણી, અને વિશેષ ફળોના રસ દ્રારા અભિષેક કરવામાં આવ્યો.
  • સન 1486 વર્ષમાં ભગવાન શ્રીકૃષ્ણ બંગાળમાં શ્રીધામ માયાપુરમાં ચૈતન્ય મહાપ્રભુરૂપે અવતર્યા હતા.

દર વર્ષેની જેમ આ વર્ષે પણ હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે પાનીહાટી ચિડા દહી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાલકી ઉત્સવ, ભગવાન નિતાઈ ગોરાંગને અભિષેક તથા ચિડા-દહીં મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. આ ઉત્સવના પર્વ પર ભગવાનને વિશેષ અલંકાર ધારણ કરાવવામાં આવ્યાં હતાં. જેમાં 500 કિલો કેરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ભગવાનને દૂધ,દહીં, મધ, ગોળનુ પાણી, અને વિશેષ ફળોના રસ દ્રારા અભિષેક કરવામાં આવ્યો હતો. અભિષેક બાદ ભવ્ય આરતી કરવામાં આવી.

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભક્તોએ ઘરેથી જ ઓનલાઈન દર્શન કર્યાં હતાં
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભક્તોએ ઘરેથી જ ઓનલાઈન દર્શન કર્યાં હતાં

દૂધ, દહીં, ખાંડ, કેરી વગેરે સાથે મિશ્ર કરીને જે રીતે રઘુનાથ દાસાએ ભક્તો માટે બધી તૈયારી કરી હતી એ રીતે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો બનનાવવામાં આવ્યા. આ બધા જ વ્યંજનો ભગવાન નિતાઈ-ગૌરાંગને અર્પણ કરવામાં આવ્યા અને ત્યારબાદ હાજર સૌ ભક્તોમાં પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવ્યા. હાલ ચાલી રહી મહામારીને ધ્યાનમાં રાખીને, સંપૂર્ણ ઉત્સવ દરમિયાન સરકાર દ્વારા બહાર પડેલા બધા સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું અને બધા હરિભક્તોને ઘરેથી જ ઓનલાઈન ભાગ લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યાં હતાં.

ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો
ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો

પાની હાટી એક સમયે અગ્રણી વેપાર કેન્દ્ર હતું
પાનીહાટી એ ગંગા નદીના કિનારે (કલકત્તાથી ઉત્તરદિશામાં 10 માઈલ દૂર) પશ્ચિમ બંગાળ રાજયમાં સ્થિત એક ગામ છે. પહેલાના જમાનામાં જયારે નદીમાર્ગ એ સંચાર માટેનું મુખ્ય સ્ત્રોત હતો. એ સમયમાં એક અગ્રણી વેપાર કેન્દ્ર હતું. 16મી સદીમાં હરીનામ સંકિર્તનનો પ્રચાર કરવા માટે જયારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ અવતર્યા હતા એ સમયમાં ગૌડ વૈષ્ણવો માટે પાનીહાટી ગામ મુખ્ય કેન્દ્ર બન્યું હતું. સન 1486 વર્ષમાં ભગવાન શ્રીકૃષ્ણ બંગાળમાં શ્રીધામ માયાપુરમાં ચૈતન્ય મહાપ્રભુરૂપે અવતર્યા હતા.

વિવિધ ફળો અને દ્રવ્યોથી અભિષેક કરવામાં આવ્યો
વિવિધ ફળો અને દ્રવ્યોથી અભિષેક કરવામાં આવ્યો

ભગવાન બલરામ નિત્યાનંદ પ્રભુ સ્વરૂપે અવતર્યા હતા
તેમના આ અવતાર પાછળનો મુખ્ય ઉદેશ યુગધર્મ સ્થાપવાનો હતો – લોકસમુદાય દ્રારા ભગવાનના પવિત્ર નામનું રટણ કરવાનો હતો. ભગવાન બલરામ નિત્યાનંદ પ્રભુ સ્વરૂપે અવતર્યા હતા અને ભગવાનના બીજા ઘણા બધા શાશ્વત સખાઓએ પણ એ સમયે જન્મ લીધો હતો અને ભગવાનના આ ઉદેશમાં સહભાગી બની જોડાયા હતા. શ્રીલા રઘુનાથ દાસા ગોસ્વામી તેઓમાંના એક હતા. શ્રીલા રઘુનાથ દાસા ગોસ્વામી એ ભગવાનના એક સર્વોચ્ચ ભક્ત હતા અને તેઓ પાતે ગૃહત્યાગ કરવા ઈચ્છતા હતા અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુના સંકિર્તન પ્રચારના ઉદેશમાં જોડાવા માંગતા હતા.

ભગવાનને અલંકારથી શણગારવામાં આવ્યાં હતાં
ભગવાનને અલંકારથી શણગારવામાં આવ્યાં હતાં

નિત્યાનંદ પ્રભુ પાનીહાટી ગામમા આવીને રોકાયા હતાં
ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ તેમને હમણાં આમ ન કરવા જણાવ્યુ હતુ અને આશ્વાસન આપ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણ તેમને માયાના બંધનમાંથી ટુંક સમયમાં મુક્ત કરાવશે. ત્યાર બાદ બે વર્ષ પછી નિત્યાનંદ પ્રભુ પાનીહાટી ગામમા આવ્યા અને ત્યાં રોકાયા હતા. આ સમયે પાનીહાટી ગામની નજીક આવેલ શ્રીકૃષ્ણપુરા ગામમાં રહેતા રઘુનાથ દાસાએ તેમના પિતા ગોવર્ધન મઝુમદારની આજ્ઞા મેળવી અને નિત્યાનંદ પ્રભુને મળવા પાનીહાટી આવ્યા હતા.

ભક્તોએ ઓનલાઈન ભગવાનના દર્શન કર્યાં હતાં.
ભક્તોએ ઓનલાઈન ભગવાનના દર્શન કર્યાં હતાં.

રઘુનાથ દાસા ભગવાન પાસે જતાં અચકાતા હતાં
પાનીહાટી ગામમાં ગંગાનદીના કિનારે તેમણે વટ વૃક્ષ નીચે ઘણા બધા ભક્તોથી ઘેરાયેલા અને ખડક પર બિરાજમાન નિત્યાનંદ પ્રભુને નિહાળ્યા. રઘુનાથ દાસા આ સમયે ભગવાનની નજીક જવામાં ઉચાટ અનુભવી રહ્યા હતા અને આથી તેમણે ભગવાનને દૂરથી જ નમન કર્યા હતા. તેમ છતાં પણ ભગવાન નિત્યાનંદ પ્રભુએ તેમને નિહાળ્યા અને બળજબરીથી તેમને પોતાની પાસે બોલાવી તેમના મસ્તક પર પોતાના ચરણકમળનો સ્પર્શ કરાવ્યો. ભગવાને રઘુનાથ દાસાને આ મહાઉત્સવ ઉજવવાનો અને બધા ભક્તો ને ચીડા-દહીં (દહીં અને પૌઆ) પ્રસાદરૂપે વિતરણ કરવાનો આદેશ આપ્યો.

રઘુનાથ દાસાએ તુરંત જ પૌઆ, દૂધ,દહીં, મીઠાઈ, કેળા,ખાંડ અને બીજી ખાધવસ્તુઓની ખરીદી કરવાની વ્યવસ્થા કરી. પૌઆને દૂધમાં પલાળવામાં આવ્યા હતા જેમાંથી અડધા ભાગને દહીં, ખાંડ અને કેળા સાથે મિશ્રિત કરવામાં આવ્યા હતા જયારે બાકી રહેલ અડધા ભાગમાં ઘટ્ટ કરેલ દૂધ, શુધ્ધ ઘી અને કપૂર મિશ્રિ કરી સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા હતા. દરેક ભક્તને બે માટીના કોડીયા આપવામાં આવ્યા જેમાંથી એકમાં પૌઆ-દહીં અને બીજામાં પૌઆ- ઘટ્ટ કરેલ દૂધને પ્રસાદરૂપે પીરસવામાં આવ્યું હતું.