અમદાવાદ એરપોર્ટ પરથી બુધવારે સવારે ચંડીગઢ જતા પેસેન્જરોને કડવો અનુભવ થયો હતો. જેમાં ફ્લાઈટ ટેક ઓફ માટે તૈયાર હતી અને પેસેન્જરોને કોચ (બસ)માં બેસાડીને ફ્લાઈટ સુધી લવાયા હતા. પરંતુ કેપ્ટનને એન્જિનમાં યાંત્રિક ખામી હોવાનું જણાવતા ફ્લાઈટ ઉડાન નહિ ભરે તેવો રિપોર્ટ કર્યો હતો જેના કારણે કોચથી ફ્લાઈટ સુધી પહોંચેલા તમામ પેસેન્જરોને પરત ટર્મિનલમાં લવાતા હોબાળો મચાવ્યો હતો. અમદાવાદથી ચંડીગઢની ફલાઈટ (G8 911) 8.10 કલાકે નિર્ધારિત સમયે ટેકઓફ થવાની હતી જેમાં 180 મુસાફરો સવારનું સિક્યોરિટી ચેકીંગ પૂર્ણ કરી લોન્જમાં બેઠા હતા.
એરલાઇને બોર્ડિંગ શરૂ કરતા 125 પેસેન્જરોને 4 કોચમાં ફલાઈટ સુધી પહોંચાડ્યા હતા. બાકીનું બોર્ડિંગ શરૂ હતું. ત્યારે કેપ્ટને અચાનક ફલાઈટમાં યાંત્રિક ખામી હોવાનો મેેેેસેજ આપી ગ્રાઉન્ડેડ કરી હતી આમ ફલાઇટ પાસે પેસેન્જરો સાથે પહોંચેલી કોચ પરત પરત ટર્મિનલ સુધી લવાતા પેસેન્જરો રોષે ભરાયા હતા. એરલાઇનના ટેક્નિશિયનોએ એરક્રાફટને ચેક કરી રિપેરિંગ કરાયું હતું. ફલાઈટ મોડી પડતા પેસેન્જરો અને ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. દોઢ કલાકના વિલંબ બાદ ફલાઈટ એરપોર્ટ પરથી સવારે 9.30 કલાકે ટેકઓફ થઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.