ભાસ્કર એક્સક્લૂસિવનિયમિત ઈન્કમટેક્સ ના ભરતા કાર્યવાહી:નાગરિક પુરવઠા નિગમ લિ.નો પાન નંબર ડિફોલ્ટર જાહેર, હવે TCS વધુ ભરવો પડશે

અમદાવાદ10 દિવસ પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગંભીર બેદરકારીના કારણે સરકારના હાથ પર હાલ સિલક ઓછી થશે

ગુજરાત સરકારના નાગરિક પુરવઠા નિગમ લી. નો પાન નંબર ડિફોલ્ટરની યાદીમાં આવ્યાનો ઘટસ્ફોટ થયો છે. અનિયમિત ઈન્કમટેક્સ ભરવાના કારણે પાન નંબર ડિફોલ્ટરની યાદીમાં આવતો હોય છે. નાયબ જિલ્લા મેનેજરે લખેલા પત્રમાં આઈઓસીએલ ના સેલ્સ ઓફિસર દ્વારા નિગમનું પાન નંબર ઈન્કમટેક્સની ડિફોલ્ટરની યાદીમાં મૂકાયાનો ઉલ્લેખ કરાયો છે.

બિલમાં TCSની રકમ 0.1 ટકા દર્શાવેલ છે
આથી નિગમને સત્વરે ઈન્કમટેક્સ ફાઈલ કરવા પત્રમાં જણાવાયું છે. 12 જુલાઈ 2022ના રોજ રજૂ કરેલ બિલમાં TCSની રકમ 0.1 ટકા દર્શાવેલ છે, પરંતુ નિગમનું પાન નંબર ઈન્કમટેક્સ ડિફોલ્ટરની યાદીમાં હોવાથી TCSની રકમમાં સુધારો કરી 5 ટકા દર્શાવવામાં આવ્યો છે. બંને બિલના તફાવતમાં અંદાજિત 88,960 રૂપિયાનો વધારો થયો છે.

આ વધારો દરેક બિલમાં લાગુ કરવામાં આવ્યો છે. આ હિસાબે માસિક 27 લાખ રૂપિયા કરતા પણ વધારાનો ખર્ચ આઈઓસીએલ દ્વારા TCSની વધારાની રકમ પેટે વસૂલ કરવામાં આવશે. જોકે વસૂલ કરેલી TCSની રકમ નિગમને મજરે મળી જશે. હાલ સરકારના હાથ પર સિલક ઓછી થશે.

100 રૂપિયા પર 5 રૂપિયા ચૂકવવા પડશે
જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડૉ. દુર્ગેશ પાંડે જણાવ્યું કે, જ્યાંથી વેચાણ થતું હોય ત્યાં TCS વસૂલવામાં આવે છે. જે વ્યાપારી અથવા કંપની પાસેથી TCSની રકમ વસૂલી હોય તેને તે રકમ પાછળથી મજરે મળતી હોય છે, અત્યાર સુધી નિગમ આઈઓસીએલને TCS 0.1 ટકા ચૂકવતું હતું, પણ હવે 5 ટકા ચૂકવવું પડશે. આનો સીધો અર્થ એવો થાય કે, 100 રૂપિયા ઉપર અત્યાર સુધી 10 પૈસા TCS ચૂકવાતું હતું તેના બદલે હવે 5 રૂપિયા ચૂકવવા પડશે.

નિગમનો એડવાન્સ ટેક્સ ભર્યાનો દાવો
પ્રાપ્ત માહિતી મુજબ નિગમ દર વર્ષે એડવાન્સ ટેક્સ ભરે છે. વર્ષ 2020-21 અને 2021-22 માટે અનુક્રમે 10 કરોડ અને 14 કરોડ રૂપિયા ટેક્સ ચૂકવાયો છે. આઈ.ઓ.સી.એલ. ની દૃષ્ટિએ નિગમને ડિફોલ્ટર જાહેર કરી બદનામ કરવા માટે અપ્રચાર શરૂ થયો છે. આઈ.ઓ.સી.એલ. ને નોટિસ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...