કોરોના વધતા જતાં કેસને ધ્યાનમાં લઇને અનેક શહેરો-ગ્રામ્ય વિસ્તારો સ્વયંભૂ બંધ પાળી રહ્યાં છે. ત્યારે રાજ્યના પાન-મસાલાના ગલ્લાં ધારકોએ એક માસ સુધી દર શનિ-રવિના રોજ બંધ પાળવાનો નિર્ણય લીધો છે અને આ અંગે પત્ર લખી મુખ્યમંત્રીને જાણ કરાઈ છે. આજે ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ સંજય જોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું કે આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના દરેક પાન-મસાલાના ગલ્લા માલિકો દ્વારા દર શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળી લોકોના આરોગ્ય હેતુસર સરકારને સહયોગ આપશે.
શહેરમાં કોરોનાની ચેઇન તોડવા માટે રાજ્યના પાન-મસાલાના ગલ્લાધારકો દ્વારા સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે ગુજરાત પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ સંજય જોશી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે, આગામી એક મહિના સુધી સમગ્ર ગુજરાતના પાન-મસાલાના ગલ્લાં માલિકો દર શનિ-રવિ સ્વયંભૂ બંધ પાળીને લોકોના આરોગ્ય હેતુસર સરકારને સહયોગ આપશે.
રાજકોટમાં પાન એસો.નું શનિ-રવિ સ્વયંભૂ લોકડાઉન
રાજકોટ શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણને ધ્યાને રાખી શહેરમાં પાન એસોસિયેશન દ્વારા આગામી શનિ અને રવિવાર એમ કુલ બે દિવસ માટે બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન કરવા નિર્ણય કર્યો છે. જેમાં એસોસિએશન સાથે જોડાયેલ 1100 દુકાનદારો જોડાઇ બે દિવસ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ અને પેલેસ રોડના ખ્યાતનામ જ્વેલર્સ પણ શનિ-રવિ બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. જ્યાં ચેમ્બર સાથે 28 થી 30 એસોસિએશન જોડાઈને તમામ વેપાર ઉદ્યોગ બંધ રાખશે.
રાજકોટમાં પાનની કુલ 4000 જેટલી દુકાનો બંધ રહેશે
રાજકોટ પાન એસોસિએશનના પ્રમુખ પિયુષભાઇ સીતાપરાએ દિવ્યભાસ્કરસાથે વાતચીત કરતા જણાવ્યું હતું, રાજકોટમાં સતત વધતા સંક્રમણ ને અટકાવવા માટે પાન એસોસિએશન દ્વારા સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં કુલ 4000 જેટલી પાનની દુકાનો આવેલ છે જે પૈકી 1100 જેટલી દુકાનો એસોસિએશન સાથે જોડાયેલ છે તે તમામ વેપારીઓ શનિ અને રવિવાર બે દિવસ લોકડાઉન પાડશે.
કર્ફ્યૂને લીધે રેસ્ટોરાં ઈન્ડસ્ટ્રી મરણપથારી પર છે
7 વાગ્યાથી રેસ્ટોરાં બંધ થાય છે. ઓર્ગેનાઇઝ પ્લેસિસ પર વ્યક્તિઓની સંખ્યા ઓછી થઈ જશે. ઓછા કસ્ટમરને કારણે રેસ્ટોરાં બંધ કરી રાખીશું તો નેગેટિવ મેસેજ ફેલાશે. ડિનર ટાઈમે નાઇટ કર્ફ્યૂ રહે છે. મારા મતે ફૂડ એન્ડ રેસ્ટોરાં ઈન્ડસ્ટ્રી મરણપથારીએ આવી છે. - દિલીપભાઈ ઠક્કર, ઓનર, ડાઈનિંગ હોલ
વિકેન્ડ કર્ફ્યૂ લાદવા સરકાર અસમંજસમાં
ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી સરકાર કોઈ ચોક્કસ નિર્ણય લે એ પહેલાં અનેક નાના શહેરો અને ગામડાઓ જાતે એલર્ટ બનીને સ્વયંભૂ લોકડાઉન કરવા લાગ્યા છે. તો બીજી બાજુ સરકાર અસમંજસમાં છે કે વિકેન્ડ કર્ફ્યૂ લાદવો કે નહીં, જો કર્ફ્યૂ શનિ રવિમાં નાખવામાં આવે તો વેક્સિનેશન અને ટેસ્ટિંગ બંધ થઇ શકે છે. પરિણામે હવે બે દિવસ સંપૂર્ણ કર્ફ્યૂ લાદી સોમવારથી શુક્રવાર સુધી પુરજોશમાં વેક્સિનેશન અને ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.