તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એલર્ટ:1લી એપ્રિલ પહેલા પાનકાર્ડને આધાર સાથે લિંક કરવું પડશે, લિંક નહીં હોય તો પાનકાર્ડ ઇનએક્ટિવ થશે

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાનકાર્ડ લિંક નહીં કરનારને રૂ.10 હજારનાે દંડ કરવામાં આવશે, 31 માર્ચ છેલ્લી મુદત છે

પાન કાર્ડ અને આધાર કાર્ડ દેશના નાગરિકો માટે અગત્યના દસ્તાવેજ છે. ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે પાન નંબર જેવી જરૂરી છે. સરકારે આની પહેલા પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાની તા.30 જૂન 2020થી વધારીને તા. 31 માર્ચ 2021 કરી હતી. જો કોઇ લોકોએ હજી પણ પોતાના પાન નંબર આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું. તો તેમણે દંડ આપવો પડશે અને તા. 1 એપ્રિલ 2021થી પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ જશે.

ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ જો પાનકાર્ડને અંતિમ મુદત પહેલા આધારકાર્ડ સાથે જોડવામાં નહીં આવે તો ઇનએક્ટિવ થઈ જશે. ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે આવા પાનકાર્ડ ધારકોને નોન પાનકાર્ડ હોલ્ડર ગણવામાં આવશે. આ ઉપરાંત આવકવેરાની નિયમ 272 બી હેઠળ રૂ. 10 હજાર દંડ કરવામાં આવશે. જો પાન કાર્ડ સાથે આધાર કાર્યને લિંક કરવું હોય તો www.incometaxindiaefiling.gov.in વેબ સાઇટ પર જઇને આધારે પાન કાર્ડ સાથે લિંક કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...