ઉલ્લંઘન:અમદાવાદમાં બીયુ પરમિશન વગરના પાલડીના સદગુરુ હાઉસને AMCએ સીલ માર્યું, બીજા દિવસે સવારે જ સીલ તોડી દુકાન શરૂ કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સીલ તોડી દુકાન ચાલુ કરી દીધી. - Divya Bhaskar
સીલ તોડી દુકાન ચાલુ કરી દીધી.
  • મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે પોલીસ ફરિયાદ કરવાનું ટાળી અને બિલ્ડિંગ માલિકને બચાવ્યો
  • વધુ 98 કોમર્શિયલ અને 34 રેસિડેન્ટ મિલકતોને સીલ કરવામા આવી, 22 યુનિટોને તોડી પાડવામાં આવ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અને ભાજપના કોર્પોરેશનના સત્તાધીશોની રહેમનજર હેઠળ બીયુ પરમિશન વગર બિલ્ડિંગના વપરાશ અને બાંધકામ થઇ ગયા હતા. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફટકાર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિલકતોને ડીમોલેશન અને સીલ કરવાની કામગીરી કરવાની શરૂ કરાઈ છે. ગુરુવારે પાલડી વિસ્તારમાં સદગુરુ હાઉસ નામની બિલ્ડિંગને સીલ કરવામાં આવી હતી. જેને શુક્રવારે સવારે સીલ તોડી ફરી શરૂ કરી તેમાં વેજીટેબલની દુકાન શરૂ કરાઇ હતી. પશ્ચિમ ઝોનના એસ્ટેટ ઓફિસર હિતેન્દ્ર મકવાણાએ જણાવ્યું હતું કે અમારા ધ્યાન પર આવતા અમે ફરી સીલ માર્યું છે. જો કે અમે પોલીસ ફરિયાદ કરી નથી.

કુલ 232 યુનિટ સીલ કરાયા
જો કોઈ વ્યક્તિ સરકારી સીલ મારવામાં આવેલું હોય અને તેને તોડી ફરી વપરાય શરૂ કરે તો તેની સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામા આવે છે પરંતુ એસ્ટેટ વિભાગ અને ભાજપના સત્તાધીશો આ બિલ્ડિંગ માલિકને બચાવી તેની સામે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે. આજે વધુ 12 જેટલી મિલકતોને તોડવાની અને તેને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 12 મિલકતોમાં 98 કોમર્શિયલ અને 134 રેસિડેન્ટ મળી કુલ 232 યુનિટ સીલ કરાયા છે.

990 રહેણાક મળી 99 યુનિટ સીલ કર્યા
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને ભાજપના સત્તાધીશોની મિલીભગતથી શહેરની અંદર આવેલી કેટલીક બિલ્ડીંગો બીયુ પરમિશન વગર અને ફાયર એનઓસી વગર ઊભી થઈ ગઈ છે. ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે થયેલી અરજી પરની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા પરમિશન વગરની મિલકતો હોય તેની વિગતો જાહેર કરી એક બે મિલકતોને તોડી દાખલો બેસાડવા જણાવવામાં આવ્યું હતું. આજે એસ્ટેટ વિભાગે નારોલ વિસ્તારમાં આકૃતિ ટાઉનશિપ પાછળ વેદિકા રેસિડેન્સીના 9 કોમર્શિયલ અને 990 રહેણાક મળી 99 યુનિટ સીલ કર્યા છે.

કોમર્શિયલ કોમ્પલેક્ષ કે બિલ્ડિંગનો વપરાશ થઈ રહ્યો છે
એસ્ટેટ વિભાગના અધિકારીઓ બીયુ પરમિશન વગર ચાલતી આવી અનેક મિલકતોને પૈસાના જોરે ચાલવા દેતા હતા. એસ્ટેટ વિભાગના અધિકારીઓને જાણ હોય છે કે બીયુ પરમિશન વગર આ કોમર્શિયલ કોમ્પલેક્ષ કે બિલ્ડિંગનો વપરાશ થઈ રહ્યો છે છતાં પણ દરેક ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારી તેમજ એસ્ટેટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આવા કોમર્શિયલ કોમ્પલેક્ષને ચાલવા દેતા હતા. ભાજપના સત્તાધીશો પણ આવા કોમર્શિયલ કોમ્પલેક્સ જે ચાલુ હોય તેની જાણ હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની પણ અંદર મીલીભગત હોવાના કારણે તેઓ આવા વપરાશને બંધ કરાવવાની તસ્દી લેતાં ન હતા.