આયોજન:અમદાવાદના ચાંદખેડામાં વિશ્વ કલા દિવસ અને ડો. બાબા આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ચિત્રકળા સ્પર્ધાનું આયોજન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચિત્ર સ્પર્ધાની તસવીર - Divya Bhaskar
ચિત્ર સ્પર્ધાની તસવીર
  • ચિત્રકળા સ્પર્ધાનું સમાપન થયા બાદ બાળકોને પેન-બિસ્કીટનું વિતરણ કરાયું

ગુરુકૃપા એજ્યુકેશન ટ્રસ્ટ આજોલ દ્વારા વિશ્વ કલા દિવસ 15 એપ્રિલ અને ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉપલક્ષમાં બાળકો માટે "ચિત્રકળા સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું હતું. ચાંદખેડા ખાતે સાંજે 6:00 વાગ્ય શરૂ થયેલી આ સ્પર્ધાનો પ્રારંભ પ્રખ્યાત ચિત્રકાર અને લેખક ધીરજકુમાર રોહિતના હસ્તે દીપ પ્રાગટ્યથી થયો અને કાર્યક્રમનું સફળ સંચાલન રામજીભાઈ રાઠોડે કર્યું તથા બાબુભાઈ સોલંકી આભાર વ્યક્ત કર્યો હતો. આ બાદ બાળકોને પેન અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દીપ પ્રાગટ્યથી ચિત્રકળા સ્પર્ધાનો પ્રારંભ કરતા મહેમાનો
દીપ પ્રાગટ્યથી ચિત્રકળા સ્પર્ધાનો પ્રારંભ કરતા મહેમાનો
અન્ય સમાચારો પણ છે...