ધાર્મિક:પદ્મસાગરસૂરિજીનો 86મો જન્મદિન ઓનલાઈન ઊજવાયો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેમ કોઈ અત્તરની દુકાને જાય અને તેને સુગંધ એક પણ મૂલ્ય વગર પ્રાપ્ત થાય છે, એ જ રીતે જ્યારે સમર્પિત શિષ્ય ગુરુની છત્રછાયામાં પહોંચે તેને કૃપા સહજતાથી પ્રાપ્ત થાય છે, એમ રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.એ તેમના 86મા જન્મદિનની ઓનલાઇન ઉજવણી અંતર્ગત કોબામાં મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે શનિવારે જણાવ્યું હતું.

ગણિવર્ય પ્રશાંતસાગરજી મ.સા.એ જણાવ્યું કે, પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.નો 86મો જન્મદિન આ વર્ષે કોરોના મહામારીને પગલે ઓનલાઈન ઊજવાયો હતો. આ પ્રસંગે કોરોના મહામારીનું સંકટ ઝડપથી દૂર થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાથોસાથ દેશના વિશિષ્ટ મહાનુભાવોનું વક્તવ્ય થયું હતું. સાથે જ કૈલાસ શ્રુતસાગર ગ્રંથ સૂચિના ભાગ-29 અને ભાગ-30નું વિમોચન પણ થયું. આ નિમિત્તે 108 જીવોને અભયદાન પ્રદાન કરાયું હતું.86 સાધર્મિકોની ભક્તિ પણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...