સપ્તકનો 5મો દિવસ:પદ્મવિભૂષણ પં. હરિપ્રસાદ ચૌરસિયાએ સિટી ભાસ્કરને કહ્યું, ‘કોરોનામાં પણ ઇશ્વરની કૃપાથી વાંસળી વગાડવાની તક મળી'

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાંસળીવાદન કરી રહેલાં પદ્મ વિભૂષણ પંડિત હરિપ્રસાદ ચૌરસિયા - Divya Bhaskar
વાંસળીવાદન કરી રહેલાં પદ્મ વિભૂષણ પંડિત હરિપ્રસાદ ચૌરસિયા

સપ્તક સંગીત સમારોહની પાંચમી રાત્રિએ અમિતા દલાલનું સિતારવાદન, રતનમોહન મિશ્રાનું ગાયન અને પદ્મવિભૂષણ પંડિત હરિપ્રસાદ ચૌરસિયાનું વાંસળી વાદન રજૂ થયું. આ રાત્રિના અંતિમ સેશનનો રિવ્યૂ ખાસ સિટી ભાસ્કર માટે અમદાવાદના પદ્મભૂષણ કુમુદીની લાખિયાએ કર્યો હતો.

પદ્મભૂષણ કુમુદીની લાખિયા, કથક ગુરુ
પદ્મભૂષણ કુમુદીની લાખિયા, કથક ગુરુ

ફર્સ્ટ પર્સન: પદ્મભૂષણ કુમુદીની લાખિયા, કથક ગુરુ
કૃષ્ણની વાંસળી હરિ પ્રસાદજીના મુખેથી સાંભળવાનો પણ એક લ્હાવો છે. તેમને સપ્તકની પાંચમી રાત્રે મારુ બિહાગ છેડયો. 83 વર્ષની વયે પણ વાંસળી લઈને તેનું વાદન કરવું કંઈ જેવી તેવી વાત નથી. આ એ મહાન કલાકાર છે જેમને તેમના પિતા બાળપણમાં રેસલર બનાવવા ઈચ્છતા હતા. અખાડામાં ગયા પણ જીવ તો સંગીતમાં જ હતો. 15 વર્ષની ઉંમરે પાડોશી પાસેથી સંગીત શીખવાનો પ્રારંભ કર્યા બાદ 8 વર્ષ વારાણસીમાં પં.ભોલેનાથ પાસે વાંસળીવાદન શીખ્યા. જેનાથી શીખ લેવા જેવી છે કે મન મક્કમ હોય તો તેને જે બનવું હોય તે બનીને રહે છે.

પંડિત હરિપ્રસાદ ચૌરસિયા
પંડિત હરિપ્રસાદ ચૌરસિયા

મને વાંસળીનો જ સહારો છે
ઉંમરના આ પડાવે મને વાંસળીનો જ સહારો છે. વો લોગ વહાં વાયરસ બના રહે હૈ ઓર હમ આમ રસ. ઇશ્વરની કૃપા છે કે આ સમયમાં પણ મને સપ્તકના સ્ટેજ પર વાંસળી વગાડવાની તક મળી. - પદ્મ વિભૂષણ પંડિત હરિપ્રસાદ ચૌરસિયા

અન્ય સમાચારો પણ છે...