તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કબીર પરની ટૉક:પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ કહ્યું- પદ, પદવી કે પછી વિશેષણ વિનાની મહાનતા એ જ કબીરની વિશેષતા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર: પદ્મશ્રી કુમારપાળ દેસાઈ. - Divya Bhaskar
તસવીર: પદ્મશ્રી કુમારપાળ દેસાઈ.

કબીરનો અર્થ છે મહાન અને ખરેખર રીતે તો કોઈ પદ કે પદવી અથવા તો વિશેષણ વગરની મહાનતા એ જ કબીરની વિશેષતા છે. આ કબીરના દોહાઓ એ આત્મખોજ, આત્મજ્ઞાન અને આત્મબોધનો ઉપદેશ આપ્યો છે અને એમણે કહ્યું છે કે બહાર પરમાત્માને શોધવા જશો તો ક્યાંક ખોવાઈ જશો. તમારી શોધનો સઘળો પુરૂષાર્થ ભીતરમાં કરો. ગુજરાત વિશ્વકોશના ઉપક્રમે કબીરના 623માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે યોજાએલી ડિજિટલ ટૉકમાં પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ ઉપરોક્ત વાત કરી.

વધુમાં તેમણે કહ્યું કે, ‘ભીતરની વાત કહેતી સંત કબીરની ઉલટવાસિયાં એ એક એવી અવળવાણી છે કે જેમાં કબીરે ભૌતિક ઉદાહરણોથી આધ્યાત્મિક અર્થો અને અનુભવોનો ઉઘાડ આપ્યો છે અને એની આ અનોખી અવળવાણી વ્યવહાર જગતને પાર એવું આંતરજગતનું આજવાળું બતાવે છે. આ કાર્યક્રમમાં ડૉ. અલ્પા શાહે કબીરના દોહાની પ્રસ્તુતિ કરીને આખી વાતના મર્મને પ્રગટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...