એમ.ડી ડ્રગ્સ ઝડપાયું:અમદાવાદના સરખેજમાં રોડ પર ડ્રગ્સનું વેચાણ કરતો પેડલર ઝડપાયો, રૂ.3 લાખનું એમ.ડી ડ્રગ્સ જપ્ત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સરખેજ અંબર ટાવર પાસે રાજા સાઉન્ડ નામની દુકાન સામેથી પોલીસે ત્રણ લાખના એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. સરખેજ પોલીસે એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા અને ડ્રગ્સનું છૂટક વેચાણ કરતા આરોપી મુખત્યારહુસેન મુસ્તાકહુસેન ઘોરીની નાર્કોટિક્સ એકટ મુજબ ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી પાસેથી રૂ.3,11,400ની મત્તાનું ડ્રગ્સ પકડાયુ હતું.

નંબર પ્લેટ વિનાના વાહન પર બેસી ડ્રગ્સનું વેચાણ
સરખેજ પોલીસને બાતમી મળી હતી કે, રાજા સાઉન્ડ નામની દુકાન પાસે નંબર પ્લેટ વગરની મોપેડ પર બેસી આરોપી મુખત્યારહુસેન ડ્રગ્સનું છૂટકમાં વેચાણ કરી રહ્યો છે. બાતમી આધારે પોલીસે ડીસીપી ઝોન 7ને જાણ કરી રેડની તૈયારીઓ કરી હતી.

3 લાખનું એમ.ડી ડ્રગ્સ ઝડપાયું
જે મુજબ પોલીસ ટીમે સ્થળ પર પહોંચી આરોપીની તપાસ કરતા તેની પાસેથી 31.140 ગ્રામ એમડી (મેફેડ્રોન) ડ્રગ્સનો રૂ. 3,11,400ની કિંમતનો જથ્થો ઝડપાયો હતો. ગીતામંદિર ચાર રસ્તા પાસે રીક્ષા સ્ટેન્ડ પાસે ઉભા રહેતા વ્યક્તિ પાસેથી જથ્થો લાવ્યાની કબૂલાત આરોપીએ પોલીસને આપી હતી.

આરોપી પાસેથી રૂ.3.92 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપી પાસેથી એમડી ડ્રગ્સ ઉપરાંત રૂ.5000નો ફોન, રૂ.15,700ની રોકડ અને રૂ.60 હજારનું મોપેડ મળીને કુલ રૂ.3,92,700નો મુદ્દામાલ જમા લીધો હતો. કોરોના ગાઈડલાઈન અનુસંધાને આરોપી મુખત્યારનો કોવિડ ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા સરખેજ પોલીસે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...