તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ સિવિલની હૃદય હચમચાવી દે એવી તસવીર:કોરોનાના દર્દીઓ માટે જગ્યા કરવા ઓક્સિજન પર રહેલાં બાળકોને ‘મન ફાવે તેમ’ એમ્બ્યુલન્સમાં ભરી બીજા વોર્ડમાં જવાની ફરજ પાડી

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
મન ફાવે એમ એમ્બ્યુલન્સમાં મુકાઈ રહેલું કૂમળું નવજાત બાળક અને ઇન્સેટમાં રડતા બાળકની તસવીર. - Divya Bhaskar
મન ફાવે એમ એમ્બ્યુલન્સમાં મુકાઈ રહેલું કૂમળું નવજાત બાળક અને ઇન્સેટમાં રડતા બાળકની તસવીર.

એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી અસારવા સિવિલનું તંત્ર અત્યારે ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા’ જેવી સ્થિતિમાં છે. છેલ્લા 15થી 20 દિવસથી શહેરમાં કોરોનાના કેસોમાં સતત ઉછાળો થઈ રહ્યો છે. એકસાથે આખેઆખા પરિવાર કોરોના પોઝિટિવ આવી રહ્યા છે, ગયા વર્ષ જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે છતાં સરકાર ઊંઘતી રહી અને સ્થિતિ કાબૂ બહાર ગઈ ત્યારે 1200 બેડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં બાળકોને ભરતડકામાં બીજા વોર્ડમાં ખસેડી દીધાં.

સિવિલ હોસ્પિટલના તંત્રે એક એમ્બુલન્સમાં ઠાંસી ઠાંસીને દર્દીઓ ભરી બીજા વોર્ડમાં ખસેડ્યા હતા
સિવિલ હોસ્પિટલના તંત્રે એક એમ્બુલન્સમાં ઠાંસી ઠાંસીને દર્દીઓ ભરી બીજા વોર્ડમાં ખસેડ્યા હતા

એક એમ્બ્યુલન્સમાં 7થી 8 લોકો
કેટલાંક બાળકો તો ઓક્સિજન પર હતાં, તેમને સ્ટ્રેચર પર એમ્બુલન્સથી અન્ય વોર્ડમાં શિફ્ટ કર્યાં. એક એમ્બુલન્સમાં બાળકો સહિત સાતથી આઠ લોકો લઈ જવાયાં હતાં. 1200 બેડ હોસ્પિટલમાં થોડા સમય માટે ગાયનેક અને પીડિયાટ્રિક વિભાગ શરૂ કરાયો હતો, પરંતુ કોરોનાના કેસોમાં ઉછાળો થતાં તેને ફરી કોવિડમાં ફેરવી દેવાઈ હતી.

સાંજની ઓપીડી બંધ: સિવિલ હોસ્પિટલમાં બુધવારે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી સાંજની ઓપીડી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ: બીજી તરફ, કોવિડ ડ્યૂટી કરનારા ડોક્ટર્સ માનદ વેતનની માગ સાથે હડતાળ પર ઊતર્યા હતા. જોકે મોડી સાંજે સમાધાન થતાં હડતાળ સમેટાઈ ગઈ હતી.

SVPમાં તબક્કાવાર 500 બેડ વધારાશે
શહેરની એસવીપી હોસ્પિટલમાં હવે તબક્કાવાર રીતે 500 બેડ વધારવામાં આવશે. હાલ જે બેડ નોન- કોવિડ છે એ ખાલી થતાં જ એ બેડને કોરોના બેડમાં ફેરવવામાં આવશે. એ સાથે એસવીપી હોસ્પિટલ લગભગ કોવિડ કેર હોસ્પિટલ બની જશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો