ગુરુવારે પાર્ક લોકો માટે ખુલ્લો મુકાશે:અમદાવાદમાં હેબતપુર પાસે 12 હજાર વૃક્ષ સાથે ઓક્સિજન પાર્ક તૈયાર, વનમાં 5થી 6 ડિગ્રી ગરમી ઓછી લાગશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર-પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડના હેબતપુર ચારરસ્તા પાસે પીપીપી મોડલથી ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે. આ પાર્ક ગુરુવારે લોકો માટે ખુલ્લો મુકાશે. આશરે 4200 ચોરસ મીટરમાં 15 લાખના ખર્ચે આ પાર્ક ડેવલપ કરવામાં આવ્યો છે. જેમાં 12 હજાર વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ તમામ પ્લાન્ટેશન મિયાવાંકી પદ્ધતિથી કરવામાં આવ્યું છે.

અહીં આકર્ષક વોક-વે પણ તૈયાર કરાયો છે. આ ઉપરાંત ઓપન જિમના સાધનો પણ મૂકવામાં આવ્યા છે. સમગ્ર અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટ મિયાવાંકી પદ્ધતિથી કરાયું છે. શહેરના કુલ ભૌગોલિક વિસ્તારના 4.66 ટકા ગ્રીન ક્વરને 15 ટકા સુધી લઈ જવા માટે કોર્પોરેશને 2019-20થી દર વર્ષે 10 લાખ વૃક્ષો વાવવાનું આયોજન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે શહેરમાં પ્લોટોની ઉપલબ્ધિ મુજબ અર્બન ફોરેસ્ટ ડેવલપનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. છેલ્લા 5 વર્ષમાં 128 જેટલા અર્બન ફોરેસ્ટ ડેવલપ કરાયા છે. વ્યક્તિ વનમાં પ્રવેશે એટલે બહાર કરતા 5થી 6 ડિગ્રી ઓછી ગરમી અનુભવી શકશે.

શહેરમાં કુલ 128 ઓક્સિજન પાર્ક

ઝોનપાર્ક
મધ્ય4
પૂર્વ55
પશ્ચિમ17
ઉત્તર11
દક્ષિણ7
ઉ. પશ્ચિમ12
દ. પશ્ચિમ22
કુલ128
અન્ય સમાચારો પણ છે...