તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં ઓક્સિજનની અછત:સિવિલ 1200 બેડ હોસ્પિટલના ટ્રાયજમાં ઓક્સિજનની ઝમ્બો બોટલો ખૂટી પડી, હજુ પણ 15 દિવસ ઓક્સિજનની માગ રહેશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દર્દીઓએ દાખલ થવામાં દોઢ કલાક સુધી રાહ જોવી પડી

અસારવા સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં આવતાં દર્દીને દાખલ કરવા તાત્કાલિક સારવાર વિભાગ (ટ્રાયજ) ઊભો કરાયો છે, જેમાં 40 બેડની વ્યવસ્થા છે. મોટા ભાગના દર્દી ઓક્સિજનની જરૂરવાળા આવે છે, જેમાંથી 20 ટકા દર્દીને 10 લિટરથી વધુ ઓક્સિજનની જરૂર પડતી હોવાથી તાત્કાલિક સારવાર વિભાગમાં જ દર્દીને ઓક્સિજન ચઢાવી દેવાય છે, પરંતુ રવિવારે સવારના 11થી 1 દરમિયાન ઓક્સિજનની જમ્બો બોટલો ખૂટી જતાં નાની બોટલો દ્વારા ઓક્સિજન આપવો પડ્યો હતો. તાત્કાલિક સારવાર વિભાગમાં 40 બેડમાંથી માત્ર 15 બેડ ખાલી હોવા છતાં ઓક્સિજનની અપૂરતી વ્યવસ્થાને કારણે બપોરના સમયે હોસ્પિટલમાં દર્દીને દાખલ ન કરાતા દર્દીને રાહ જોવી પડી હતી.

વધુ 20 હજાર લિટરની ટેન્ક તૈયાર થતા સમસ્યા નહિ રહે
સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ડો.જયપ્રકાશ મોદીએ આ અંગે કહ્યું કે, ક્યારેક જમ્બો બોટલોના રીફિલિંગમાં મોડું થતું હોવાથી દર્દીને તકલીફ ન પડે તે માટે નાની બોટલોથી ઓક્સિજન પૂરો પડાય છે. હાલમાં હોસ્પિટલમાં 20 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક છે તેમ જ વધુ 20 હજાર લિટરની ટેન્ક તૈયાર થતાં હોસ્પિટલમાં ઓક્સિજનની સમસ્યા નહીં રહે.

દરરોજ 50 મેટ્રિક ટન ઓક્સિજનની ઘટ
મ્યુનિ. સંચાલિત સરકારી, ખાનગી અને નર્સિંગ હોમમાં દરરોજ 375 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર છે તેની સામે તેમને ફક્ત 325 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો પૂરો પાડી શકાય છે. આ હિસાબે દરરોજ અમદાવાદમાં 50 મેટ્રિક ટન ઓક્સિજનની ઘટ પડી રહી છે. જાણકારોના જણાવ્યાં પ્રમાણે શહેરમાં ઓક્સિજની માગ હજુ 15 દિવસ સુધી ઘટશે નહીં. બીજી તરફ દાણીલીમડામાં ચેપી રોગ હોસ્પિટલ ખાતે કોર્પોરેશને નવો ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કર્યો છે, જેનું રવિવારે ટેસ્ટિંગ થયું હતું, પણ પ્લાન્ટમાંથી ઓક્સિજનની વહેંચણી શરૂ થઈ નથી. ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવા સરકારમાંથી જુદા જુદા પ્રકારના લાઇસન્સ લેવાના હોય છે. સર્ટિફિકેટ માટે મ્યુનિ. કોર્પોરેશનને ઓનલાઈન અરજી પણ કરી દીધી છે. જોકે હજુ બે સર્ટિફિકેટ આવવાના બાકી હોવાથી પ્લાન્ટને શરૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...