તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે અમદાવાદમાં રાહત:હોસ્પિટલોમાં ઓક્સિજન, ICUના 2,280 બેડ ખાલી, કેસમાં ઘટાડો થવા સાથે બેડની સ્થિતિ સુધરી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો કે મ્યુકર માઇકોસિસના ઇન્જેક્શનની તંગી

સરકારી ચોપડે કોરોનાના દર્દીઓ ઘટી રહ્યાં છે, પણ હજુ લોકોને હોસ્પિટલમાં બેડ મળવામાં મુશ્કેલી છે ત્યારે મ્યુનિ.એ શહેરની જુદીજુદી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ગુરૂવારે ઓક્સિજન અને આઈસીયુ 2280 બેડ ખાલી હોવાના આંકડા જાહેર કર્યા હતા.

છેલ્લા અઢિ મહિનામાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા હતા. શહેરમાં રોજે આશરે 100 મેટ્રિક ટન ઓક્સિજનની ઘટ પડવા લાગી. જોકે હવે સ્થિતિ કાબૂમાં આવતા રાહત થઈ છે. લોકોને હોસ્પિટલમાં સારવાર નહીં મળતી હોવાની ફરિયાદોમાં ઘટાડો થયો છે. બીજી તરફ મ્યુકર માઇકોસિસની સમસ્યા વધી છે. મ્યુકર માઇકોસિસના કેસો વધતા સરકારી હોસ્પિટલોમાં અલાયદા વોર્ડ શરૂ કરવા પડ્યા છે. આ બીમારીની સારવાર માટે ઉપયોગમાં આવતા ઈન્જેકશનનો સ્ટોક હવે ખૂટી પડ્યો છે.

અહીં આટલા ICU, ઓક્સિજન બેડ ખાલી

હોસ્પિટલખાલી બેડ
એસવીપી હોસ્પિટલ49
વીએસ હોસ્પિટલ19
એલજી હોસ્પિટલ29
શારદાબેન હોસ્પિટલ31
પ્રાઈવેટ હોસ્પિટલ(175)1142
નર્સિંગ હોમ(242)661
સિવિલ હોસ્પિટલ(6)329
ઈએસઆઈસી હોસ્પિટલ20
અન્ય સમાચારો પણ છે...