તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'પ્રાણ'વાયુ ખૂટ્યો:સોલા સિવિલને 34 વર્ષમાં પહેલીવાર તાળાં લાગ્યાં, 19 હજાર લિટરની સામે 15 હજાર લિટર ઓક્સિજન મળતો હોવાથી દર્દીને દાખલ કરવાનું બંધ કરાયું

અમદાવાદ14 દિવસ પહેલા
સોલા સિવિલ હોસ્પિટલનો મુખ્ય ગેટની તસવીર
  • સોલા સિવિલમાં હાલ દાખલ દર્દીઓ પૂરતો જ ઓક્સિજન હોઈ નવા દર્દીઓને લેવાથી ઈનકાર
  • હોસ્પિટલમાં કોવિડના 250 અને નોન કોવિડના 75 મળીને કુલ 325 દર્દી ઓક્સિજન, બાયપેપ, વેન્ટિલેટર પર છે
  • ઓક્સિજન પૂરતી માત્રામાં આવશે ત્યારબાદ નવા દર્દીઓને દાખલ કરાશે: RMO

સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને કારણે કોરોનાના દર્દીઓને દાખલ કરવાનું બંધ કરાયું છે, જેથી હોસ્પિટલને તેની સ્થાપનાનાં 34 વર્ષમાં પ્રથમ વાર તાળાં મારવા પડ્યાં છે. જોકે તકેદારીના ભાગરૂપે ઓક્સિજન કે વેન્ટિલેટર બેડ ખાલી થાય તેની સામે દર્દી દાખલ કરવાનો નિર્ણય હોસ્પિટલે લીધો છે. હાલમાં હોસ્પિટલમાં કોવિડ અને નોન કોવિડ મળીને 325 દર્દી ઓક્સિજન, બાયપેપ અને વેન્ટિલેટર પર છે.

સોલા સિવિલમાં ઓક્સિજનની અછત
કોરોના વધતા કેસની વચ્ચે ઓક્સિજનની જરૂર પણ વધી રહી છે. કેટલાક દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે કેટલાક દર્દીઓ ઘરે દાખલ છે.હોસ્પિટલમાં જે દર્દીને ઓક્સિજન અથવા વેન્ટિલેટરની જરૂર હોય તેવા જ દર્દીઓને ખાસ દાખલ કરવામાં આવી રહ્યા છે ત્યારે અનેક દર્દીઓ હોસ્પિટલમાં જગ્યાના મળતા ઘરે સારવાર મેળવી રહ્યા છે. પરંતુ ઘરે દર્દીની તબિયત બગડતાં હોસ્પિટલ દાખલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે પરંતુ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે કોઈ પણ દર્દીને દાખલ કરવામાં આવી રહ્યા નથી.

હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાતા નવા દર્દીઓને દાખલ કરવાનું બંધ
હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાતા નવા દર્દીઓને દાખલ કરવાનું બંધ

હોસ્પિટલના મુખ્ય દરવાજા પર લોક મરાયું
સોલા સિવિલ હોસ્પિટલના 2 દરવાજા જેમાંથી મુખ્ય દરવાજા સિવાયના અન્ય દરવાજા પર લોક મારી દેવામાં આવ્યું છે. હોસ્પિટલમાં અત્યારે ઓક્સિજનની કમી છે, જેના કારણે ગેટ પર લોક મારવામાં આવ્યું છે જેથી કોઈ દર્દી અંદર પ્રવેશ ના લઈ શકે. ઉપરાંત સોલા સિવિલની OPDમાં પણ બોર્ડ લગાવવામાં આવ્યું છે જેમાં ICU બેડ 50માંથી 50, ઓક્સિજનના બેડ 270માંથી 270, ઓક્સિજન વિનાના 110 બેડમાંથી 110 એમ કુલ 430 બેડમાંથી 430 બેડ ભરેલા છે. હાલ કોઈ બેડ ખાલી નથી.

'ઓક્સિજનનો જથ્થો આવશે ત્યારબાદ દર્દીને દાખલ કરાશે'
સોલા સિવિલ RMO ડૉ. પ્રદીપે જણાવ્યું હતું કે, ઓક્સિજનની અછત હોવાને કારણે ગઈકાલથી સોલા સિવિલ OPD ગેટ પર લોક મારવામાં આવ્યું છે. હાલ અંદર દાખલ કરેલ દર્દીઓ પૂરતો જ ઓકસીજન છે માટે નવો ઓકસીજનનો જથ્થો પુરતા પ્રમાણમાં આવશે તે બાદ જ દર્દીઓને દાખલ કરવામાં આવશે. હાલ હોસ્પિલમાં તમામ બેડ પણ ભરેલા છે.

2 ઓક્સિજન ટેન્કમાં 11 હજાર લિટર ઓક્સિજન
સોલા સિવિલમાં 5 હજાર લિટરની ઓક્સિજન ટેન્ક હતી, પણ દર્દીઓની સંખ્યા વધતાં તાજેતરમાં વધુ 6 હજાર લિટરની કેપેસિટી ધરાવતી ઓક્સિજન ટેન્ક લગાવાઈ છે, જેથી હોસ્પિટલમાં ઓક્સિજનનો કુલ 11 હજાર લિટરનો જથ્થો છે. બંને ઓક્સિજન ટેન્કનો વારાફરતી ઉપયોગ કરાય છે.

11 હોસ્પિટલોને 101 સિલિન્ડર અપાયાં
મ્યુનિ.ની ટીમે શનિવારે 11 હોસ્પિટલને 101 ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી આપી હતી તથા 12 હોસ્પિટલના 1 કિલોલિટરના પોર્ટોક્રાયો ટેન્ક પણ રીફિલિંગ કરી આપ્યા હતા. મ્યુનિ. દ્વારા એસએમએસ, કાનબા હોસ્પિટલ, આનંદ હોસ્પિટલ, કોઠિયા હોસ્પિટલ, પરીખ હોસ્પિટલ, જીસીએસ, જીવરાજ, સમરસ, એલજી, શારદાબેન હોસ્પિટલ, સરદાર હોસ્પિટલ, સેવિયરમાં ટેન્કર મારફતે લિક્વિડ ઓક્સિજન ગેસ પૂરો પડાય છે.

કઈ હોસ્પિટલને કેટલા સિલિન્ડર અપાયાં

હોસ્પિટલસિલિન્ડર
સોલાર, નારણપુરા10
સામવેદ,નવરંગપુરા12
નેબલ ગેસ્ટ્રો,મીઠાખળી5
એઇમ્સ હોસ્પિટલ,પાલડી5
સ્પંદન હોસ્પિટલ, વાડજ10
એસએમએસ, ચાંદખેડા15
લિટલ ફ્લાવર, મણિનગર5
ડીએસએસ,વસ્ત્રાપુર5
SVP બાયોમેડિકલ, રિવરફ્રન્ટ23
સહજાનંદ, ઠક્કરબાપાનગર3
સ્પર્શ હોસ્પિટલ, વટવા8

રીફિલિંગ પ્લાન્ટથી જથ્થાનો સપ્લાય ઘટ્યો
શહેરના એક રીફિલિંગ પ્લાન્ટ ખાતે રોજ 15 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજનનો જથ્થો અપાતો હતો. આ જથ્થામાંથી પ્લાન્ટ દ્વારા રોજ 350થી વધુ હોમ ક્વોરન્ટાઇન દર્દીઓની સાથે 70 ખાનગી હોસ્પિટલોને ઓક્સિજનનો સપ્લાય પૂરો પડાતો હતો, પરંતુ બે દિવસથી પ્લાન્ટ પર ફક્ત 5થી 6 મેટ્રિક ટન જથ્થો આવે છે, જેના કારણે ઓક્સિજન લેવા આવતા લોકોને ભારે હાલાકી પડે છે. ખાનગી હોસ્પિટલોને પણ ગણતરીના જ સિલિન્ડર અપાઈ રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો