તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે ભાવ સ્થિર થયા:એક લાખ રૂપિયાથી પણ વધારે આપવા છતાં માંડ મળતું ઓક્સિજન કોન્સ્ટ્રેટરની કિંમત અડધી થઈ, કોરોનાના કેસ ઘટતાં હવે 40-50 હજારમાં મળવા લાગ્યું

અમદાવાદ9 દિવસ પહેલાલેખક: આનંદ મોદી
  • માર્ચ અને મેમાં કોરોનાના કેસ વધતાં ઓક્સિજન કોન્સ્ટ્રેટર સહિતની સર્જીકલ વસ્તુની અછત સર્જાઈ હતી
  • કોરોનાના કારણે લોકોએ ઘર માટે ઓક્સિજન કોન્સ્ટ્રેટર ખરીદવા લાગ્યા હતા

અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના કોરોનાએ બીજી લહેરમાં કહેર મચાવ્યો હતો. લોકોને હોસ્પિટલમાં જગ્યા ના મળતા પણ જીવ ગુમાવવા પડ્યા હતા. ત્યારે લોકો પ્રાણવાયુ એવા ઓક્સિજનની ઘરે જ વ્યવસ્થા કરીને સારવાર મેળવવાનું શરૂ કર્યું હતું. જેના કારણે ઓક્સિજન કોન્સ્ટ્રેટર, ઓક્સિજન બોટલ, બાયોપેપ સહિતની અછત સર્જાઈ હતી. જે ઓક્સિજન મશીન 40થી 50 હજારમાં મળતું હતું, તે મશીન એક લાખ રૂપિયા કરતા પણ વધુ કિમતમાં મળતું હતું. તેમાંયે એક સમય એવો પણ આવ્યો હતો કે મોં માંગ્યા પૈસા આપવા છતાં મશીન મળતું નહોતું. જો કે હવે સ્થિતિ સુધરી છે અને અડધા ભાવે મળી રહ્યા છે.

અમદાવાદમાં એકેય દુકાને ઓક્સિજન કોન્સ્ટ્રેટર ન મળતું
સામાન્ય રીતે ઓક્સિજન કોન્સ્ન્ટ્રેટર હોસ્પિટલમાં જ વપરાય છે અને વર્ષોથી ઘરે ગંભીર બીમારીની સારવાર લઇ રહેલા દર્દીઓ પણ વાપરતા હતા. પરંતુ કોરોનાની બીજી લહેરમાં લોકોએ આ મશીન ઘર માટે પણ ખરીદવાનું શરૂ કર્યું હતું. જેના કારણે કેટલીક હોસ્પિટલમાં બેડ હોવા છતાં આ મશીન નહોતું મળી રહ્યું. માર્ચ મહિનાની શરૂઆતમાં મશીન મળી રહેતું હતું પરંતુ અચાનક જ જરૂરિયાત વધતા મશીન મળવાનું પણ મુશ્કેલ બનતું ગયું હતું. જેના કારણે આ મશીનના ભાવમાં પણ વધારો થયો હતો. એક તબક્કે શહેરમાં આવેલા 500થી વધુ સર્જીકલની દુકાનમાંથી એક પણ દુકાનમાં એક પણ મશીન મળતું નહોતું. જે હવે પરિસ્થિતિ સુધરતા અગાઉ કરતાં 50 ટકા ભાવમાં ઘટાડા સાથે મળી રહ્યું છે.

અમદાવાદમાં 500 જેટલી સર્જીકલની દુકાનો પર બે મહિના સમયમાં ઓક્સિજન કોન્સ્ટ્રેટર મળતાં ન હતા
અમદાવાદમાં 500 જેટલી સર્જીકલની દુકાનો પર બે મહિના સમયમાં ઓક્સિજન કોન્સ્ટ્રેટર મળતાં ન હતા

હોસ્પિટલ અને સંસ્થાઓની બહુ ઈન્કવાયરી આવી
સર્જીકલના વ્યવસાય સાથે જોડાયેલા રાજેશભાઈએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર દરમિયાન કેસ ખૂબ વધી જતાં ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન અને બાયપેપની જરૂરિયાત ખૂબ વધી હતી. જેથી રૂ. 40- 50 હજારમાં મળતાં મશીનની કિંમત એક લાખ સુધી પહોંચી હતી. બજારમાં કોઈની પાસે માલ જ ન હતો. લોકો લાખો રૂપિયા આપવા તૈયાર થતાં છતાં માલ જ ન હતો. હોસ્પિટલ અને સામાજિક સંસ્થાઓ દ્વારા ઓક્સિજન કોન્સ્ટ્રેટર માટે બહુ જ ઇન્ક્વાયરી આવતી હતી, પરંતુ અમદાવાદમાં કોઈ જગ્યાએથી એક પણ મશીન મળી શકે તેમ નહોતું.

ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ હોવાથી કોન્સ્ટ્રેટર આવતા ન હતા
સર્જીકલના વ્યવસાયીએ વધુ જણાવ્યું હતું કે, માલ ના હોવાનું કારણ એ હતું કે, તે સમયે ઇન્ટરનેશનલ ફ્લાઈટો બંધ થઇ ગઈ હતી. બોમ્બે અને દિલ્હીમાં હોલસેલ બજાર આવેલું હતું. શીપમાં માલ આવતો હતો, તે પણ બંધ થઇ ગયો હતો. ઈમ્પોર્ટર પાસે જ માલ ન હતો. આ દરમિયાન ક્યાંક માલ આવતો ત્યારે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું હતું અને કાર્ગોમાં માલ આવતો હતો. જેના કારણે ભાવમાં વધારો થયો હતો. જેથી ભાવ આસમાને પહોંચ્યા હતા, પરંતુ હવે સ્થિતિ સામાન્ય થતા ભાવમાં 50 ટકા ઘટાડો થયો છે. 50 હજાર સુધીમાં ઓક્સિજન કોન્સ્ટ્રેટર મળી રહે છે.

સર્જીકલના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ ઈમ્પોર્ટ બંધ થતાં ભાવ વધ્યાનું જણાવ્યું હતું
સર્જીકલના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ ઈમ્પોર્ટ બંધ થતાં ભાવ વધ્યાનું જણાવ્યું હતું

મૂળ કિંમતે ઓક્સિજન કોન્સ્ટ્રેટરે મળવા લાગ્યા
કોરોનાની બીજી લહેર દરમિયાન હોસ્પિટલોમાં પણ બેડ ફૂલ હતા અને દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત વધી હતી. પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય થતાં દર્દીઓ ઓછા દાખલ કરવામાં આવે છે અને જરૂરિયાત પણ ઘટી છે. જેના કારણે ફરીથી ઓક્સિજન કોન્સ્ટ્રેટર અગાઉની જેમ મૂળ કિંમતે બજારમાંથી આસાનથી મળી રહે છે.