વિરોધ:ઓવૈસીના પક્ષે કહ્યું, માંસ-મચ્છીની લારીઓ હટાવાશે તો આંદોલન કરીશું; AIMIM આજે મેયરને આવેદનપત્ર આપશે

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
શમશાદ પઠાણ, શહેર પ્રમુખ, AIMIM - ફાઇલ તસવીર - Divya Bhaskar
શમશાદ પઠાણ, શહેર પ્રમુખ, AIMIM - ફાઇલ તસવીર
  • લારીઓનો સરવે કરી લાઈસન્સ અપાવા સહિતની મદદ પૂરી પાડવા ખાતરી

અમદાવાદમાં માંસ, મચ્છી, ઇંડાંની લારીઓને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો અમે મોટાપાયે આંદોલન કરીશું તેવી ચીમકી ઓવૈસીના એઆઇએમઆઇએમના અમદાવાદ શહેર પ્રમુખ સમસાદ પઠાણે આપી છે. મંગળવારે પક્ષ મેયરને આવેદનપત્ર આપશે. પણ પક્ષે તમામ ઇંડાં -નોનવેજની લારી ચલાવનારાને તમામ મદદ કરવાની તૈયારી બતાવી છે.

ઓવૈસીના પક્ષે જણાવ્યું છે કે, માંસ, મચ્છી, ઇંડાંની લારીઓ હટાવવામાં આવશે તો આંદોલન ચલાવવામાં આવશે. તેમના પક્ષ દ્વારા ઇંડાંની લારીઓના સંચાલકો જો હેલ્થ લાઇસન્સ લેવા ઇચ્છતા હોય તો તેમને પણ મદદ કરવામાં આવશે. તેમના પક્ષ ઇંડાની લારીઓ અને માંસ-મટન, મચ્છી સહિતના નોનવેજની લારીઓના સમર્થનમાં રહેશે. ઓવૈસીના પક્ષ દ્વારા શહેરમાં ઇંડાની લારીઓનો સરવે કરવામાં આવશે. તેમની ટીમ દ્વારા આ લારી સંચલકોને જરૂર હોય તે તમામ મદદ કરવામાં આવશે.

મેયરને આજે ઈંડાંની ભેટ આપશે
ઓવૈસીનો પક્ષ મંગળવારે મેયર કિરીટ પરમારને ઇંડાંની ભેટ આપી અનોખો વિરોધનો કાર્યક્રમ આપશે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે જણાવ્યું છે કે, રાજકીય કારણોસર માનવતા નેવે મૂકી ગરીબ લોકોની લારીઓ હટાવવાનો નિર્ણય ભેદભાવપૂર્ણ છે. મ્યુનિ. કોર્પોરેશન અને પોલીસને હપ્તો આપ્યા પછી જ લોકો મજબૂરીના માર્યા રસ્તા પર ધંધો કરતાં હોય છે. શહેરમાં લોકરક્ષકની 9 હજાર જગ્યા માટે 12 લાખ શિક્ષિત બેરોજગારો ફોર્મ ભરે છે ત્યારે ઇંડાં નોનવેજની લારીઓ ચલાવનારને બેરોજગાર કરવાની દિશામાં ભાજપ આગળ વધી રહ્યું છે. ચૂંટણી જીતવા માટે કોઇ યોગ્ય મુદ્દો નહી હોવાને કારણે ભાજપ આ રીતે ઇંડાં-નોનવેજની લારીઓ પર રાજકારણ રમે છે. આવા લારીવાળાઓને હોકર્સ પોલીસી હેઠળ યોગ્ય વૈકલ્પિક રોજગારીની વ્યવસ્થા કર્યા બાદ તેમને હટાવવી સુપ્રિમની ગાઇડલાઇન છે.

અન્ય સમાચારો પણ છે...