તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ પોલીસનું નાઇટ પેટ્રોલિંગ:આતંકવાદી હુમલાની દહેશત વચ્ચે પોલીસનું રાતભર કોમ્બિંગ; હોટેલો, ક્લબો, ગેસ્ટહાઉસમાં સરપ્રાઈઝ ચેકિંગ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાતભર પેટ્રોલિંગ છતાં પોલીસને કોઈ દારૂ પીધેલો પણ ન મળ્યો

15 ઓગસ્ટે આતંકવાદી હુમલાની દહેશત અને એલર્ટ વચ્ચે શહેરના તમામ પોલીસ અધિકારીઓએ શુક્રવારે રાતે અને શનિવારે સાંજે પણ કોમ્બિંગ કર્યું હતું. જેમાં શહેરના એન્ટ્રી - એક્ઝિટ પોઈન્ટ લોક કરીને સઘન વાહન ચકિંગ કર્યંુ હતું. આ સાથે શહેરની તમામ હોટલો, ગેસ્ટ હાઉસ, ઢાબામાં પણ પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું.

15 ઓગસ્ટે દેશમાં ગમે તે સ્થળે આતંકવાદી હુમલાની દહેશન હોવાનો રિપોર્ટ સેન્ટ્રલ આઈબી અને સ્ટેટ આઈબીએ આપ્યો હતો. જેના આધારે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે શુક્રવારે શહેરના તમામ પોલીસ અધિકારીને કોમ્બિંગ નાઈટ કરવા સૂચના આપી હતી. તમામ પીઆઈ, એસીપી, ડીસીપી, તેમજ અધિક - સંયુકત પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓએ કોમ્બિંગ નાઈટ કરી હતી.

નાઈટ ડ્યૂટી સંભાળતાની સાથે જ પોલીસ અધિકારીઓએ સૌથી પહેલા શહેરના તમામ એન્ટ્રી - એક્ઝિટ પોઈન્ટ લોક કરી દીધા હતા અને દરેક વાહનનું સઘન ચેકિંગ શરૂ કર્યું હતું. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ અને ગુજરાત બહારના વાહનોનું ખાસ ચેકિંગ કરાયું હતું. આ ઉપરાંત સ્થાનિક પોલીસ તેમજ એસઓજી અને ક્રાઈમ બ્રાંચની ટીમોએ તમામ હોટલો,રેસ્ટોરાં, ઢાબા, કલબોમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ કર્યંુ હતું. કોમ્બિંગ નાઈટમાં એક પણ વ્યક્તિ નશીલા કે જ્વલનશીલ પદાર્થ, હથિયાર કે દારૂગોળા સાથે મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...