તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા મોકૂફ:કોરોનાકાળમાં 10મી જૂને શરૂ થનારી ગુજરાત યુનિ.ના લૉ વિભાગની ઓફલાઈન પરીક્ષા મોકૂફ, નવી તારીખ જાહેર કરાશે

અમદાવાદ8 દિવસ પહેલા
ફાઈલ તસવીર
  • ગુજરાત યુનિવર્સિટીના લૉ વિભાગની પરીક્ષા વિરોધ બાદ મોકૂફ રાખવાનો નિર્ણય.
  • આગામી સમયમાં પરીક્ષાની તારીખ અને કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

આગામી 10 જૂનથી ગુજરાત યુનિવર્સિટીની લૉ વિભાગની પરીક્ષા શરૂ થવાની હતી પરંતુ કોરોનાને કારણે હાલ પૂરતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને આગામી તારીખ જાહેર ના થાય ત્યાં સુધી પરીક્ષા મોકૂફ રહેશે. આગામી દિવસોમાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની નવી તારીખ અને કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીની લૉ વિભાગની ઓફલાઈન પરીક્ષા યોજાવવાની હતી. ઑફલાઈન પરીક્ષાને લઈને વિરોધ પણ થયો હતો. હાઇકોર્ટમાં અરજી પણ થઈ હતી. વિવાદ બાદ જાહેર કરાયેલ લૉની પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે. આગામી સમયમાં પરીક્ષાની તારીખ અને કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

પરીક્ષાને લઈને હાઇકોર્ટમાં PIL દાખલ કરાઈ હતી
ગુજરાત યુનિવર્સિટીના લૉ ના વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષા મુદ્દે હોઈકોર્ટમાં PIL દાખલ કરી છે. આ PILમાં તેમણે પરીક્ષા રદ કરવા માંગ કરી છે. હાઈકોર્ટે આ પરીક્ષા ને રદ કેમ ન કરી શકાય અને જો પરીક્ષા લેવામાં આવે તો કયા પ્રકારનું આયોજન છે એ તમામ વિગતો સાથે જવાબ રજુ કરવા આદેશ કર્યો છે. એક્ઝામ કન્ટ્રોલર, વાઇસ ચાન્સલર, બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા અને ગુજરાત યુનિવર્સિટીને હાઈકોર્ટે નોટીસ પાઠવી છે.

NSUIએ પરીક્ષાનો વિરોધ કર્યો હતો
ગુજરાત યુનિવર્સિટી દ્વારા 10 જૂનથી લૉ વિભાગની ઓફલાઈન પરીક્ષા શરૂ કરવામાં આવવાની હતી. કોરોનાકાળમાં ઓફલાઈન પરીક્ષાને લઈને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે NSUI દ્વારા લૉ વિભાગના પ્રિન્સિપાલ અને ડીનના ઘરનો ઘેરાવ કરવાની ચીમકી આપવામાં આવી હતી.

રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની માગણી
નોંધનીય છે કે, હાલમાં જ ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરીને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ રીપીટર વિદ્યાર્થીઓ માટે કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અમદાવાદમાં કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠનના આગેવાનોએ PPE કીટ પહેરીને DEO કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આવેદનપત્ર આપ્યું હતું.

શિક્ષણમંત્રીનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી
ધોરણ 10 ના રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તે માટે અમદાવાદમાં NSUIના આગેવાનો અને કાર્યકરો PPE કીટ પહેરીને DEO કચેરી પહોંચ્યા હતા. DEO કચેરી બહાર NSUIના કાર્યકરોએ નારા લગાવ્યા હતા અને પરીક્ષા રદ કરવા વિરોધ પ્રદર્શન કર્યું હતુ. તેમણે PPE કીટ પહેરીને DEOને આવેદન આપ્યું હતું. NSUIના મહામંત્રી તૌશિત મકવાણાએ જણાવ્યું હતું કે કોરોના વચ્ચે રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. ત્યારે રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા પણ રદ કરવામાં આવે. પરીક્ષા રદ નહિ થાય તો આગામી સમયમાં DEO અને શિક્ષણ મંત્રીનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

રીપીટર વિદ્યાર્થીઓ માસ પ્રમોશન ઈચ્છે છે
વિદ્યાર્થીઓના આરોગ્યના હિતમાં કેન્દ્ર સરકારના CBSE સ્કૂલના વિદ્યાર્થીઓના નિર્ણય બાદ ગુજરાત સરકારે પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. ધોરણ 10ની માફક ધોરણ 12ના માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરવામાં આવી છે. જેને લઈ ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓની સાથે હવે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓ પણ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાની માગ કરી રહ્યાં છે.