ક્રિપ્ટો કૌભાંડ:ક્રિપ્ટોકરન્સીનો ફુગ્ગો ફૂટતા ગુજરાતમાં જ 70%થી વધુ રોકાણકારો ઘટ્યાં, 75000 કરોડથી વધુ મૂડીનું ધોવાણ

અમદાવાદ11 દિવસ પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વિશ્વના બે-ત્રણ લીડરના હાથમાં કમાન હતી, જેનો અંત આવતા રોકાણકારો રડ્યાં
  • એક જ વર્ષમાં દુનિયાની અનેક ક્રિપ્ટોકરન્સી 50થી 80 ટકા સુધી તૂટી ગઇ
  • ગુજરાતમાં એક વર્ષ પહેલા 1.25 કરોડ સક્રિય રોકાણકાર હતા, હાલ ફક્ત 45 લાખ

ડિજિટાઇઝેશનના યુગમાં વૈશ્વિક સ્તરે ડિજિટલ કરન્સીનો ક્રેઝ વર્ષ પહેલા આસમાને હતો જે ઓસરી ગયો છે. ‘ચાર દિન કી ચાંદની, ફિર અંધેરી રાત’ જેવો ઘાટ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણકારોનો જોવા મળી રહ્યો છે. વર્ચ્યુઅલ કરન્સી બિટકોઇનનું માર્કેટ વર્ષ પહેલા ટોચ પર હતું જે અત્યારે કોઇ ભાવ પુછનાર રહ્યું નથી. એકવર્ષમાં અનેક પરિબળો બદલાતા ક્રિપ્ટોકરન્સીમાં સરેરાશ 50-80 ટકાનો ઘટાડો થયો છે. ક્રિપ્ટોમાં સૌથી મૂલ્યવાન બિટકોઇન એક વર્ષમાં તેની 687900 ડોલરની ટોચથી અત્યારે 15000 ડોલર પહોંચી છે જેના કારણે વૈશ્વિક સ્તરે રોકાણકારોની મૂડીમાં 170 લાખ કરોડથી વધુનું ધોવાણ થયું છે. જેમાં દેશનો 10 ટકા હિસ્સો ધ્યાનમાં લેતા સરેરાશ 17 લાખ કરોડથી વધુ રોકાણકારોએ ગુમાવ્યા છે.

વિશ્વની ટોચની 10 મૂલ્યવાન સંપત્તિની યાદીમાં સ્થાન પામ્યું
પરંતુ ગુજરાતીઓની વાત કરીએ તો વર્ષ પહેલા 1.25 કરોડ સક્રિય ગુજરાતી રોકાણકારો હતા જે અત્યારે ઘટી 45 લાખ પણ નથી રહ્યાં. ગુજરાતીઓએ કુલ 75000 કરોડથી વધુનું નુકસાન કર્યું છે. ક્રિપ્ટો એનાલિસ્ટોના મતે હજુ આગામી છ મહિના સુધી ટ્રેન્ડ પોઝિટીવ બને તેવા સંકેતો નથી. વર્ચ્યુઅલ કરન્સીમાં બિટકોઇનમાં આક્રમક તેજીથી બિટકોઇનનો ભાવ 68790 ડોલરની સપાટી ગત નવેમ્બર માસમાં ક્રોસ કરી ચૂક્યો હતો. બિટકોઇનમાં આવેલી ઝડપી તેજીના કારણે ક્રિપ્ટોકરન્સીની એસેટ બેઝ પણ વૃદ્ધિ થઇ હતી જેના કારણે બિટકોઇનનું માર્કેટ કેપ 1.225 ટ્રિલિયન ડોલરને આંબી ગયું હતું જે વિશ્વની ટોચની 10 મૂલ્યવાન સંપત્તિની યાદીમાં સ્થાન પામ્યું હતું.

57 કરોડ ડોલરના ક્રિપ્ટો ટોકન ચોરી થઇ હતી
પરંતુ મંદીના માહોલમાં અત્યારે ટોપ-20માં પણ સામેલ નથી. ક્રિપ્ટો માર્કેટ લાઈમ લાઈટમાં આવ્યા બાદ તેમાં સૌથી વધુ કમાણી હેકર્સ-સટ્ટોડિયાઓ તેમજ કૌંભાંડીઓએ કરી અબજો રૂપિયોનુ ફંડ એકત્ર કરવામાં સફળ રહ્યા હતા. તાજેતરમાં ઈથેરિયમ મર્જર દરમિયાન 25 લાખ ડોલરથી વધુની રકમના ક્રિપ્ટોની ચોરી થઈ હતી. ચાલુવર્ષે ફેબ્રુઆરીમાં પણ 32 કરોડ ડોલરના ક્રિપ્ટો હેક થયા હતા. ઓક્ટોબરમાં બાઈનાન્સ પરથી 57 કરોડ ડોલરના ક્રિપ્ટો ટોકન ચોરી થઇ હતી.

​​​​​​​પોલિટીકલ તથા ઉદ્યોગકારોનું 35 ટકાથી વધુ રોકાણ હતું
ક્રિપ્ટોના જાણકારોના મતે ગુજરાતમાં મેટ્રો શહેર કરતા ટીયર 2-3માં મોટા પાયે રોકાણકારો સક્રિય થયા હતા. રાતો રાત એકના ડબલ થતા હોવાથી શેરી એ ગલીએ પાનના ગલ્લાઓ પર વર્ષ પહેલા ક્રિપ્ટોની જ ચર્ચા અને રોકાણ કેમ કરવું તે થતી હતી. ગુજરાતના રોકાણકારોમાં 35 ટકાથી વધુ હિસ્સો પોલિટીકલ અને ઉદ્યોગકારોનો રહ્યો હોવાનો અંદાજ છે.
ક્રિપ્ટોના રોકાણમાં સોશિયલ મિડિયાનો મહત્વનો રોલ
ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ માટે કોઇ પણ એક્સચેન્જ, ફાઇનાન્સિયલ એડવાઇઝર કે અન્ય એનાલિસ્ટો સલાહ આપતા ન હતા પરંતુ રોકાણકારોમાં આ ક્રેઝ સૌથી વધુ સોશિયલ મિડિયા દ્વારા ફેલાયો હતો. માઉથ ટુ માઉથના કારણે ક્રિપ્ટોમાં ટ્રેન્ડ ઝડપી વધ્યો હતો. જોકે, સરકારે તેના પર ટેક્સ અમલી કરવા સાથે તેને કાયદેસરની માન્યતા ન આપી હોવાથી મોટાભાગનો વર્ગ દૂર થવા લાગ્યો હતો.

વિશ્વનું ત્રીજું સૌથી મોટું ડિજિટલ એક્સચેન્જ નાદાર થતા મંદી વકરી

વિશ્વનું ત્રીજા મોટા ડિજિટલ એસેટ એક્સચેન્જ એફટીએક્સએ દેવાળિયું ફૂંકતા ક્રિપ્ટો માર્કેટમાં મંદીનો ટ્રેન્ડ છે. છેલ્લાં કેટલાક સમયથી બિટકોઈન, ઈથેરિયમ સહિતના ક્રિપ્ટોકરન્સીમાં જંગી ઘટાડો જોવા મળ્યો છે. એફટીએક્સમાંથી રોકાણ પાછું ખેંચનારા રોકાણકારોની સંખ્યા વધતા એક્સચેન્જમાં 9-10 અબજ ડૉલરનો શોર્ટ ફૉલ જોવા મળ્યો હતો. આ એક્સચેન્જના સીઈઓ સેમ બેંકમેન-ફ્રાઈડેએ પણ રાજીનામું આપી દીધું છે. કંપનીમાં નાણાકીય કટોકટીના કારણે ઘણાં નિયમનકારોએ તેની વિરુદ્ધ આકરું વલણ દાખવવું પડ્યું હતું.

ટોચની 5 ક્રિપ્ટોકરન્સીમાં કેટલો ઘટાડો

કરન્સીઓલટાઈમ હાઈઆજનો ભાવઘટાડો
બિટકોઈન68789.6316741.8675.65%
ઈથેરિયમ4891.71231.2874.81%
સોલાના260.0614.2194.53%
પોલ્કાડોટ555.8389.38%
BNB690.93273.5860.33%
ડોઝકોઈન0.740.0888.27%

ક્રિપ્ટોમાં સૌથી વધુ છેતરપિંડીનો ભોગ US-ભારતીય બન્યા

ક્રિપ્ટોના કૌંભાંડ અને છેતરપિંડીનો સૌથી વધુ ભોગ અમેરિકા અને ભારતના ક્રિપ્ટો યુઝર્સ અને ક્રિપ્ટો હોલ્ડર્સ બન્યા હતા. ક્રિપ્ટોનો સૌથી વધુ ઉપયોગ અને ટ્રેડિંગ કરતાં દેશોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. શ્રીમંત દેશોને ટાર્ગેટમાં રાખી કૌંભાંડીઓએ ભારતીય ક્રિપ્ટો હોલ્ડર્સના ક્રિપ્ટો ચોર્યા હતા. એક સમયે દેશમાં ઇક્વિટી કરતા ક્રિપ્ટોમાં રોકાણકર્તાની સંખ્યા વધીને 10 કરોડની સપાટી ક્રોસ કરી ચૂકી હતી.

અન્ય સમાચારો પણ છે...