તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું:રાજ્યમાં બે વર્ષમાં 13 હજારથી વધુ નવજાત શિશુના મોત, દરરોજ 18 બાળકો જન્મ લેતા જ મોતને ભેટે છે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • રાજ્યમાં કુલ 1,06,07 બાળકોનો જન્મ થયો હતો
  • રાજ્યમાં બે વર્ષમાં 1,06,017 બાળકો સીક ન્યુબોર્ન કેર યુનિટમાં દાખલ થયા હતા
  • 69,314 બાળકો સરકારી હોસ્પિટલમાં જન્મ્યા હતા

ગુજરાતમાં છેલ્લા બે વર્ષની અંદર કુલ 13,496 નવજાત જન્મ લેતાંની સાથે જ મોતને ભેટ્યા હોવાનો રાજ્ય સરકારે લેખિતમાં સ્વીકાર કર્યો છે. રાજ્ય સરકારે આ સ્વીકાર વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં કર્યો છે.

કોંગ્રેસના ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલને સીક ન્યુબોર્ન કેર (જન્મ લેતાંની સાથે જ સારવારની જરૂર પડી હોય તેવા બાળકો) અંગે પૂછેલા સવાલનો જવાબ આપતાં સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં બે વર્ષમાં 1,06,017 બાળકો સીક ન્યુબોર્ન કેર યુનિટમાં દાખલ થયા હતા, તે પૈકી 69,314 બાળકો સરકારી હોસ્પિટલમાં જન્મ્યા હતા અને વધુ સારવાર માટે સીક ન્યુ બોર્ન કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યારે 38,561 બાળકો સરકારી હોસ્પિટલ સિવાય જન્મ્યા હતા અને વધુ સારવાર માટે સીક ન્યુબોર્ન કેર યુનિટમાં તબદીલ થઈને દાખલ થયા હતા. જે પૈકી 13,496 બાળકો મૃત્યુ પામ્યા હતા. એકંદરે રાજ્યમાં દરરોજ 18 કરતાં વધુ બાળકો જન્મ લેતાની સાથે જ ગણતરીના દિવસોમાં મૃત્યુ પામ્યા છે.રાજ્યમાં કુલ 1,06,07 બાળકોનો જન્મ થયો હતો.જેમાંથી 13,496 બાળકો મોતને ભેટ્યા છે.

2020ની શરૂઆતમાં રાજકોટમાં એક મહિનામાં 111 બાળકોના મોત થયા હતા
2020ની શરૂઆતમાં રાજકોટમાં એક મહિનામાં 111 બાળકો હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યાં હોવાના સમાચાર આવતા સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. રાજકોટની સરકારી હૉસ્પિટલમાં નવેમ્બર-ડિસેમ્બર 2019 અને જાન્યુઆરી 2020 એટલે કે ત્રણ મહિનામાં 269 બાળકોનાં મોત થયાં હોવાની વાત સામે આવી હતી.

ઓક્ટો.-19માં રાજકોટમાં 87, અમદાવાદમાં 91 શિશુના મોત થયા હતા
​​​​​​​​​​​​​​
ખુદ રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મનીષ મહેતા જણાવી ચૂક્યા છે કે, ગત ઓક્ટોબર-2019માં રાજકોટની સરકારી હોસ્પિટલમાં 87ના મોત થયા હતા. જ્યારે અમદાવાદના સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ગુણવંત રાઠોડે કબૂલાત કરી હતી કે, ઓક્ટોબર-19 દરમિયાન અમદાવાદ સિવિલમાં પણ 91 નવજાત શિશુના મોત થયા હતા. આમ, જોઈએ તો નવજાત શિશુના ઊંચી સંખ્યામાં મોતનો સિલસિલો ત્રણ મહિના પહેલાથી શરૂ થઈ ચૂક્યો હતો. પરંતુ છેવટ સુધી રાજ્યનું આરોગ્ય તંત્ર નિદ્રાધીન અવસ્થામાં રહ્યું અને બાળકો મરતા રહ્યા, આંકડો વધતો રહ્યો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો