ભાસ્કર એક્સક્લૂઝિવ:નવેમ્બરથી માર્ચમાં શહેરમાં 1 લાખથી વધુ લગ્ન લેવાશે, કેટરિંગ સર્વિસ માટે NRIનું 45 ટકા એડવાન્સ બુકિંગ

અમદાવાદ23 દિવસ પહેલાલેખક: કેતનસિંહ રાજપૂત
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાના કારણે લદાયેલા પ્રતિબંધોથી છેલ્લાં 2 વર્ષથી લગ્નસરાની મોસમ જામી ન હતી
  • ગાંધીનગર ખાતે બુધવારથી કેટરર્સ એક્ઝિબિશન, દેશમાંથી 500 વેન્ડર ભાગ લેશે

કોવિડના કારણે છેલ્લા બે વર્ષ લગ્નની સિઝન ફલોપ રહી હતી. પરંતુ હવે નવેમ્બરથી માર્ચ માસમાં લગ્નની ભરપૂર મોસમ જામશે. સોમવારે મળેલી ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા કેટરર્સની બેઠકમાંથી જાણવા મળ્યું હતું કે, નવેમ્બરથી માર્ચ સુધીમાં માત્ર અમદાવાદમાં 1 લાખથી વધારે લગ્નનો યોજાશે. જેના માટે કેટર્સને 60થી 70 ટકા એડવાન્સ બુકિંગ મળ્યા છે. રાજ્યના કેટરર્સે 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સંમેલન અને પ્રદશર્નનું આયોજન કર્યું છે.

3 માસમાં 25 ટકા કરતા વધારે એડવાન્સ બુકિંગ
કેટરર્સ એસોસિએશનનું કહેવું છે કે, પાંચ માસમાં 1 લાખ લગ્નો યોજાશે. દરેક કેટરર્સને માત્ર 3 માસમાં 25 ટકા કરતા વધારે એડવાન્સ બુકિંગ મળ્યા છે. ફેડરેશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું કે, ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 14થી 16 સપ્ટેમ્બરે યોજાનારા એક્ઝિબિશનમાં દેશના 500 કરતા વધારે વેન્ડરોના ફૂડ સ્ટોલ, નવી ટેકનોલોજી, રેસીપી તેમજ ડેકોરેશનની આઇટમોના સ્ટોલ રાખવામાં આવ્યા છે. દરેક રાજ્યમાંથી કેટરર્સ તેમની વાનગીઓ બનાવાની રીત બતાવશે. જેથી દરેક રાજ્યની જાણીતી વાનગીઓ આવનારા લગ્ન પ્રસંગમાં પીરસવામાં આવશે.

અનાજ-કરિયાણું મોંઘું થતાં ડિશ 10% મોંઘી થશે
કેટરર્સ એસોસિએશનનું કહેવું છે કે, તમામ વસ્તુઓ મોંઘી થતાં ડીશના ભાવમાં 15થી 20 ટકાનો વધારો થયો છે પરંતુ કેટરર્સે નફો ઓછો કરી માત્ર 10 ટકા ભાવ વધારો કર્યો છે.

કેટરિંગ માટે 60થી 70% એડવાન્સ બુકિંગ થયાં
જેને ત્યાં લગ્ન પ્રંસગ આવી રહ્યો છે તેઓએ એડવાન્સ બુકિંગ કરાવી દીધા છે. શહેરના 10 હજાર જેટલા કેટરર્સ પાસે 60થી 70 ટકા એડવાન્સ બુકિંગ થયા છે.

લગ્ન માટે NRI મોટી સંખ્યામાં આવી રહ્યા છે
લગ્નની સિઝનમાં એનઆરઆઇ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. નવેમ્બરથી માર્ચમાં 1 લાખ લગ્નનો થઇ રહ્યાં છે. જેમાં 45 ટકા એનઆરઆઇ લગ્ન માટે આવી રહ્યાં છે.

ટ્રેડિશનલ ડિશની ડિમાન્ડ વધી
​​​​​​​હાલમાં ટ્રેડિનશનલ ડિશની ડિમાન્ડ વધારે હોવાની કેટર્સ જણાવી રહ્યાં છે. જૂની વાનગીઓને નવીન રીતે તૈયાર કરવામાં આવી રહી છે. જેમ કે બાજરી અને મકાઇના નાનો રોટલાની સાથે ઓળાને સ્ટાર્ટરમાં પિરસવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત જૂની વાનગીઓનું ચલણ પણ વધી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...