ઊંધિયું બનાવની રીત:ઓવનમાં 2 કલાકમાં માત્ર 20% તેલ અને માટલાના ઉપયોગથી તૈયાર થાય છે ‘ઓવન બેક્ડ ઊંધિયું’

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરંપરાગત માટલા ઊંધિયું - Divya Bhaskar
પરંપરાગત માટલા ઊંધિયું
  • ઉત્તરાયણમાં સૌથી વધુ ખવાતા અને ઘરે-ઘરે બનતા ઊંધિયું-પુરી બને છે જુદી-જુદી રીતે

માટલા ઊંધિયું માટીના વાસણને જમીનમાં ઊંધુ દાટીને સળગાવીને બનાવાતું હોય છે. જોકે ધીરે-ઘીરે તે ગેસ પર બનાવાઇ રહ્યું છે. હવે હેલ્ધી માટલા ઊંધિયું ઓવનમાં બનાવવાની રીત પણ આવી છે. માટલા ઊંધિયાનો સ્વાદ ઓવનથી પણ મળે છે. સેલેડ ઇટરીનાં ફાઉન્ડર દીપાલી વ્યાસ અને હેમાલી શાહે જણાવ્યું કે, ‘ઓવન ઊંધિયું 2 કલાકમાં 20 ટકા તેલથી જ બને છે. કમલેશ પ્રજાપતિએ જણાવ્યું કે, ટ્રેડિશનલ માટલા ઊંધિયું પરફેક્ટ દેશી રીતે બનાવવામાં મજા આવે છે.’

ઓવનમાં માટલા ઊંધિયું
ઓવનમાં માટલા ઊંધિયું

આ રીતે બને છે પરંપરાગત માટલા ઊંધિયું

સામગ્રી: પાપડી, કાચું કેળું, મેથીનાં મુઠિયા, લીલી તુવેર, ખમણેલું કોપરું, વાટેલાં શિંગદાણા, લસણ અને કોળાની ચટણી, તલનું તેલ, શક્કરિયા, બટાકા, રતાળુ, નાના રવૈયા, લીલા વટાણા, તુવેર.

રીત: શિંગદાણાનો ભૂકો, ધાણા પાઉડર, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ખાંડ, મીઠું, લીલો મસાલો, કોથમીર અને લીલા લસણની, કોથમીર અને કોળાની ચટણી મિક્સ કરો. હવે તેને બટાકા, રીંગણમાં સ્ટફ કરો. મસાલા અને તેલ શાકમાં મિક્સ કરો. હવે માટલું લઈ નીચે તળીયામાં અને ફરતી બાજુ ગ્રીન પ્લાન્ટસનું લેયર કરો, પછી બધુ શાક ઉમેરવું, એક પાંદડું કે ઘાસ મૂકી ઊંધા માથે મૂકો અને તેને 2થી 3 કલાક સુધી થવા દો. માટલાને પાંદડા, લાકડા વડે કવર કરી આગ પેટાવો.

ઓવનમાં બનાવો માટલા ઊંધિયું

સામગ્રી: પાપડી, કાચું કેળું, મેથીના મુઠિયાં, લીલી તુવેર, ખમણેલું કોપરું, વાટેલાં શિંગદાણા, લસણ અને ખટીયાની ચટણી, તલનું તેલ, શક્કરિયા, બટાકા, રતાળુ, નાના રવૈયા, લીલા વટાણા, લીલી તુવેર.

રીત: ઓવનને 200 ડિગ્રી પર પ્રિ-હિટ કરવું. પછી માટલામાં કોબીના પાન પાથરીને તેમાં લસણની ચટણી, ખોટા-કોથમીરની ચટણી, તલનું તેલ અને સેવ સાથે માટલામાં શાકભાજી ઉમેરો પહેલા એક કલાક ઓવનમાં ખુલ્લા માટલામાં થવા દો અને પછીનો કલાક કોબીજનાં પાનથી બંધ કરો. કોબીજના પાનનો સ્વાદ ઊંધિયામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...