તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Outside Ahmedabad Civil, The Woman Had To Be Treated On The Road As Her Oxygen Level Was 45. The 1200 bed Hospital Could Not Manage Even One Bed!

...હજુય હતા એવાં ને એવાં જ:અમદાવાદ સિવિલ બહાર મહિલાનું ઓક્સિજન 45 થતાં રોડ પર સારવાર કરી, 1200 બેડની હોસ્પિટલ એક બેડની પણ વ્યવસ્થા ન કરી શકી!

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરવા રોજે રોજ 40-50 એમ્બ્યુલન્સની લાંબી લાઈનો લાગે છે. એક દર્દીને દાખલ કરવામાંય દોઢ કલાક નીકળી જાય છે. હોસ્પિટલ તંત્રએ દર્દીઓને લઈને ઊભી રહેતી એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો માટે ગેટ પાસે મંડપ બાંધ્યા છે, પરંતુ શનિવારે 12.30 વાગે વટવાથી રિક્ષામાં આવેલી એક મહિલાનું ઓક્સિજન લેવલ ઘટીને 45 થઈ જવા છતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાને બદલે માત્ર ગ્લુકોઝનો બાટલો ચઢાવાયો હતો.

2 કલાક સુધી એમ્બ્યુલન્સ ન આવી
6 કલાક સુધી મહિલાને દાખલ કરાઈ ન હતી. આખરે મહિલાને ગભરામણ અને પેટમાં દુખાવો ઉપડતાં તેના પુત્રે ઓપીડી સામે રોડ પર સૂવડાવવી પડી હતી. લગભગ 7.30 કલાકની રઝળપાટ પછી આખરે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. મહિલાના પરિવારે 108ને ફોન કર્યો હતો પરંતુ 2 કલાક સુધી એમ્બ્યુલન્સ આવી ન હતી. આખરે તેમનો પુત્ર રિક્ષામાં લઈને આવ્યો હતો. તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમનો 60મો નંબર હતો અને મહિલાનું ઓક્સિજન લેવલ સતત ઘટી રહ્યું હતું.

વેઈટિંગ હોવાથી દર્દીને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન અપાય છે
વેઈટિંગ હોવાથી દર્દીને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન અપાય છે

દિવ્યભાસ્કર સિવિલમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું
થોડા દિવસો પહેલા દિવ્યભાસ્કર દ્વારા 1200 બેડ ઈમર્જન્સી પાસે જઈને ખરેખર શું સ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હસતા રમતા અમદાવાદ શહેરમાં જાણે અચાનક કોઈ ડરનો માહોલ આવી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે લોકો એક બીજાને બચાવવા માટે હવાતિયાં મારી રહ્યા છે. ક્યાંક એમ્બ્યુલન્સ વેઈટીંગ, ક્યાંક સારવારમાં વેઈટીંગ, ક્યાંક દવામાં વેઈટીંગ તો ક્યાંક મૃતદેહ લેવામાં અને ત્યાર પછી અંતિમવિધિ માટે સ્મશાનમાં વેઈટીંગ છે. હવે આ બધાની વચ્ચે દિવ્યભાસ્કર દ્વારા સ્થિતિનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.

વેઈટિંગ હોવાથી દર્દીને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન અપાય છે
સૌથી મોટી કોરોના હોસ્પિટલ 1200 બેડમાં રાતથી સવાર સુધી સતત એમ્બ્યુલન્સ ગેટ પાસે ઉભેલી જોવા મળે છે. સાથે જ હોસ્પિટલમાં સારવાર માટે વેઈટીંગ પણ સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની બહાર પણ એમ્બ્યુલન્સ વેઈટીંગમાં છે. જ્યાં દર્દીનો વારો આવે ત્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. બીજી તરફ દર્દીનો નંબર ન આવે ત્યાં સુધી તેમને એમ્બ્યુલન્સમાં જ રાખવામાં આવે છે. જ્યાં તેમને ઓક્સિજન આપવામાં આવે છે.

એમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચરને બદલે બેડની વ્યવસ્થા કરાઈ
એમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચરને બદલે બેડની વ્યવસ્થા કરાઈ

એમ્બ્યુલન્સમાંથી સીધા બેડમાં ટ્રાન્સફર કરી ઓક્સિજન અપાય છે
એમ્બ્યુલન્સમાં લવાતા 80 ટકાથી વધુ દર્દી ઓક્સિજનની જરૂરવાળા હોય છે, જેથી હોસ્પિટલના વોર્ડમાં કે અન્ય હોસ્પિટલમાં દાખલ ન કરાય ત્યાં સુધી તેમને ઓક્સિજન માટે રાહ જોવી પડે છે. તાત્કાલિક સારવાર મળે એ માટે એમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચરને બદલે બેડમાં ટ્રાન્સફર કરી બેડમાં લાગેલા સ્ટેન્ડમાં ઓક્સિજન બોટલ લગાવીને ઓક્સિજન પૂરો પડાય છે. ત્યાર બાદ અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાય છે.

દરરોજ 55 ટન જેટલા ઓકિસજન પુરવઠાનો વપરાશ થઈ રહ્યો છે
દરરોજ 55 ટન જેટલા ઓકિસજન પુરવઠાનો વપરાશ થઈ રહ્યો છે

60 હજાર લીટર ઓક્સિજન ટેન્કોની ક્ષમતા
સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડે 1200 બેડ હોસ્પિટલ અને મંજુશ્રી હોસ્પિટલમાં ઓકિસજનની જરૂરીયાતને પહોચી વળવા માટે તબક્કાવાર આધુનિક ટેન્કો ઈન્સ્ટોલ કરવામાં આવી છે. જેમાં 1200 બેડ હોસ્પિટલ, મંજુશ્રી હોસ્પિટલ અને સિવિલ બિલ્ડીંગમાં 20 હજાર લીટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેંક સ્થાપિત કરવામાં આવી છે. આમ કુલ 60 હજાર લીટર ઓક્સિજન ટેન્કોની ક્ષમતા સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...