તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાજગી:કોવિડ હોસ્પિટલની પસંદગી ન મળતાં પોલીસ બેડામાં રોષ, 100 પોલીસકર્મી કોરોનાની સારવાર લે છે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 108 ગમે તે હોસ્પિટલમાં મૂકી આવતી હોવાનો આરોપ

લોકડાઉનમાં 6 મહિના સુધી 24 કલાક રોડ પર નોકરી કરીને લોકોને કોરોનાની મહામારીથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા કોરોના વોરિયર્સ તેવા પોલીસ કર્મચારીઓની જ હાલત કફોડી બની છે. જો કોઈ પોલીસ કર્મચારીને કોરોના થાય તો તેમને પણ 108ની ટીમ ગમે તે હોસ્પિટલમાં દાખલ કરી દે છે. જેના કારણે પોલીસ બેડામાં ભારે રોષ ફેલાયો છે.

પોલીસ કર્મચારીઓનું કહેવું છે કે લોકોને કોરોનાથી બચાવવા માટે અમે ઘર-પરિવારના સભ્યોની સામે જોયા વગર ફરજ બજાવીઅે છીઅે. પરંતુ, જો અમને કોરોના થાય તો સારવાર માટે હોસ્પિટલ નક્કી કરવાની સત્તા પણ અમારી પાસે નથી. 108ની ટીમ ગમે તેવી હોસ્પિટલમાં અમને સારવાર માટે મુકી આવે છે.

હાલમાં અમદાવાદના 100 પોલીસ કર્મચારીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જો કે થોડા દિવસ પહેલાં જ સરકારે એવી સિસ્ટમ ગોઠવી છે કે કોઇપણ દર્દી ઇચ્છિત હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ શકશે નહીં. 108ની ટીમને યોગ્ય લાગશે તે જ હોસ્પિટલમાં તેઓ કોરોનાના દર્દીને સારવાર માટે લઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો