જાહેરનામાને લઇને વિવાદ:ઉત્તરાયણમાં લાઉડ સ્પીકર-ડીજે પર પ્રતિબંધ સામે લોકોમાં રોષ; લાઉડ સ્પીકરથી કોરોના ફેલાતો નહીં હોવાની લોકોની દલીલ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોનાના કારણે ઉત્તરાયણનો તહેવાર પરિવારના સભ્યો સાથે જ ઊજવવા અને ધાબા ઉપર ભીડ ભેગી નહીં કરવા સરકારે આદેશ કર્યો છે. જોકે ભીડ ભેગી થવાથી કોરોના ફેલાતો હોવાની સરકારની આ વાત વાજબી હોવાનું લોકોનું કહેવું છે, પરંતુ ધાબા ઉપર લાઉડ સ્પીકર, ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમ વગાડવા ઉપર પ્રતિબંધ લાદ્યો હોવાના સરકાર - પોલીસના નિર્ણયનો લોકોમાં ભારે રોષ છે.

નામ નહીં આપવાની શરતે સંખ્યાબંધ લોકોનું કહેવું છે કે ‘મ્યુઝિક સિસ્ટમ વગાડવાથી કોરોના થોડો ફેલાય છે.’ જ્યારે લોકોની આ દલીલ સામે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મ્યુઝિક સિસ્ટમ નહીં વગાડવા પાછળનું કારણ એ છે કે મ્યુઝિક સિસ્ટમ વાગતી હોય ત્યાં લોકો ભેગા થાય છે, ગીતો ગાય છે અને ડાન્સ પણ કરે છે, જેના કારણે ભીડ ભેગી થવાના એંધાણ હોવાથી મ્યુઝિક સિસ્ટમ વગાડવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આટલું જ નહીં મ્યુઝિક સિસ્ટમના કારણે વૃદ્ધ, અશક્ત, બીમાર વ્યકિતઓ ડિસ્ટર્બ થતા હોવાનું કારણ પણ પોલીસે રજૂ કર્યુ હતુ. જોકે લોકોના ગળે આ વાત ઉતરી નથી.

અન્ય સમાચારો પણ છે...