બાર કાઉન્સિલના નિર્ણય:અમદાવાદના વકીલોમાં રોષ; 25 હજાર વકીલોમાંથી બારે કોઈને કોપ્ટ મેમ્બર ન બનાવ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત - ફાઇલ તસવીર - Divya Bhaskar
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત - ફાઇલ તસવીર
  • ભાવનગરના અનિરુદ્ધસિંહ ઝાલાને નવા ચેરમેન બનાવાયા

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આ વર્ષે અમદાવાદના 25 હજાર વકીલો પૈકી એક પણ વકીલને કોપ્ટ મેમ્બર નહીં બનાવતા વકીલોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. અને વકીલોમાં ચર્ચાએ જોર પકડ્યુ છે કે, અમદાવાદમાંથી 25 પૈકી 8 સભ્યો બાર કાઉન્સિલમાં ચૂંટાઇને જાય છે. તેમ છતાં તેઓ પણ અમદાવાદમાંથી એક પણ વકીલને કોપ્ટ મેમ્બર બનાવી શકયા નથી.

દર વર્ષે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચેરમેન, વાઇસ ચેરમેન સહિત વિવિધ કમિટીઓના ચેરમેન અને સભ્યો તથા રાજયભરમાંથી 16 કોપ્ટ મેમ્બરોની વરણી કરવામાં આવે છે. રવિવારે બપોરે બાર કાઉન્સિલની જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં સર્વાનુમતે ભાવનગરના અનિરુદ્ધસિંહ ઝાલાની ચેરમેન અને સુરતના આર.એન. પટેલની વાઇસ ચેરમેન તરીકે વરણી કરાઈ હતી.

બાર કાઉન્સિલના વિરોધ પક્ષના નેતા ગુલાબખાન પઠાણે જણાવ્યું કે, રાજયના સૌથી મોટા અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનમાંથી 4 સભ્યો, હાઇકોર્ટ બારમાંથી 2 સભ્યો, સેશન્સ કોર્ટમાંથી 1 અને ગ્રામ્ય કોર્ટ બારમાંથી 1 મળી કુલ 8 સભ્યો બાર કાઉન્સિલમાં ચૂંટાઇને જાય છે. જેના કારણે દર વર્ષે અમદાવાદમાંથી 6 થી વધુ વકીલોને કોપ્ટ મેમ્બર બનાવવામાં આવતા હતાં. પરંતુ આ વર્ષે એક હથ્થુ શાસન કરતા નહીં ચુંટાયેલા પ્રતિનિધિના આદેશથી બાર કાઉન્સિલમાં અમદાવાદના 25 હજાર વકીલોમાંથી એકેય વકીલને કોપ્ટ મેમ્બર નહીં બનાવતા રોષ છે.

અન્ય સમાચારો પણ છે...