તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠકમાં હોબાળો:મૂળ પાસના નેતા નિખિલ સવાણીને કોંગ્રેસમાં માર પડ્યો; સવાણી-વિશ્વનાથ વાઘેલાએ વળતો પ્રતિકાર કરતાં વરવા દૃશ્યો

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુથ કોંગ્રેસના પ્રભારીની આગેવાનીમાં બેઠક યોજાઇ - Divya Bhaskar
યુથ કોંગ્રેસના પ્રભારીની આગેવાનીમાં બેઠક યોજાઇ
  • યુથ કોંગ્રેસમાં 35ની વય મર્યાદાને મામલે મામલો બિચક્યો
  • કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારીની આગેવાનીમાં બેઠક યોજાઇ
  • યુથ કોંગ્રેસના આંતરિક, ઈલેક્શન માટે થયેલી બેઠકમાં પણ ખુરશીઓ ઉછળી

કોંગ્રેસમાં કહેવાતી સ્વતંત્રતા કયારે સ્વછંદતા બની જાય છે તે તેના નેતાઓ પણ કહી શકે નહીં તેવી ઘટના યુથ કોંગ્રેસની મળેલી બેઠકમાં ઘટી હતી. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે મળેલી બેઠકમાં સાંજે 4 કલાક આસપાસ યુથ કોંગ્રેસમાં 35 વર્ષની વય મર્યાદા હોવાછતા 35 વર્ષથી વધુની વયના નિખિલ સવાણી જૂથના નેતાઓને યુથ કોંગ્રેસના પ્રમુખ બનવાની છૂટ અપાઇ હતી. આ બાબતને લઇને યુથ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જૂથની નેતાઓને અસંતોષ હતો. આ બાબતે નિખિલ સવાણી અને રાજપુત જૂથના નેતાઓ વચ્ચે ચકમક ઝરતા છેવટે નિખીલ સવાણી- વિશ્વનાથ વાઘેલાને ગુલાબસિંહ રાજપુત જૂથના યુવક નેતાઓએ લાફા ઝીંકી દીધા હતા. સવાણી-વાઘેલાએ વળતો પ્રહાર પણ કર્યો હોવાનું ઘટના વખતે હાજર સૂત્રોનું કહેવું છે.

સવાણી-વાઘેલાને પ્રમુખ બનાવવાની ખેંચતાણ હતીયુથ કોંગ્રેસમાં સભ્ય થવાની 35 વયની મર્યાદા હતી તે વધારીને 37 સુધીની કરી હતી. રાજપુત જુથના યુવકોનું કહેવું એવું હતું કે, ચોક્કસ નેતાઓને સમાવવા 35ને બદલે 37 વર્ષની વય કરી છે તો 35 વર્ષ અથવા 40 વર્ષ કરો જેથી અન્ય નેતાઓને પણ લાભ મળે. આ બાબતે નિખિલ સવાણી અને વિશ્વનાથ વાઘેલા દલીલ કરવા માટે ઉભા થતા રાજપૂત જૂથના યુવકો ઉશ્કેરાઇ ગયા. તેમની અને સવાણી-વાઘેલા વચ્ચે ઘર્ષણ થયું હતું.

નવા હોદ્દેદારોની નિમણૂક પર કાર્યકરોમાં નારાજગી
છેલ્લા કેટલાય સમયથી યુથ કોંગ્રેસના પણ જૂથવાદ ચાલી રહ્યો છે. એક મહિના અગાઉ યુથ કોંગ્રેસના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. જેને કારણે જૂના હોદેદારો અને કાર્યકરોમાં નારાજગી હતી. નવા આવેલા અને મોટા નેતાઓની નજીકના લોકોને યુથ કોંગ્રેસના હોદ્દા આપ્યા હોવાનો પણ આક્ષેપ છે. ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા કાર્યકરોને નવા હોદ્દેદારોની નિમણૂક થતાં નારાજગી જોવા મળી હતી. આ દરમિયાન આજે યુથ કોંગ્રેસના પ્રભારી હેમંત ઓગલેની હાજરીમાં બેઠક યોજાઈ હતી.

કેટલાય સમયથી યુથ કોંગ્રેસના પણ જૂથવાદ ચાલી રહ્યો છે
કેટલાય સમયથી યુથ કોંગ્રેસના પણ જૂથવાદ ચાલી રહ્યો છે

બેઠકમાં હોબાળો થતાં પૂરી કરી દેવાઈ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં અનેક હોદેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ જ ખુરશીઓ ઉછાળીને હોબાળો કર્યો હતો. હોબાળા બાદ બેઠક પૂરી કરવામાં આવી હતી. બેઠક પૂરી થતાં પ્રભારી કાર્યાલયની બહાર આવ્યા હતા. ત્યારે કોંગ્રેસ કાર્યાલયના પગથિયે પ્રભારી સહિતના ડેલિગેશનને ધક્કે ચઢાવ્યા હતા. એક તબક્કે પ્રભારીએ કોંગ્રેસ કાર્યાલય પરથી ભાગી જવું પડ્યું હતું. યુથ કોંગ્રેસના કેટલાય સમયથી જૂથવાદ ચાલી રહ્યો હોવાનો આક્ષેપ છે. જેના કારણે આંતરિક વિવાદ આજે ચરમસીમાએ પહોંચ્યો હતો, જેનું આજે પરિણામ જોવા મળ્યું હતું.

સવાણી-વાઘેલાને પ્રમુખ બનાવવાની ખેંચતાણ હતી
નિખિલ સવાણી કે પછી વિશ્વનાથ વાઘેલા વય મર્યાદાને કારણે યુવક કોંગ્રેસની બહાર નીકળે નહીં તો તેમને પ્રમુખ બનાવવાનો હાર્દિક પટેલની નીતિ હતી. આ નીતિને સફળ થવા દેવા નહીં માગતા મૂળ યુથ કોંગ્રેસના યુવકોએ વિરોધ કર્યો હતો. મૂળ લડાઇ હાર્દિક પટેલ-નિખિલ સવાણી અને બીજી બાજુ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ગુલાબસિંહ એમ બે જૂથની છે. યુવકોનું કહેવું છે કે, હમણા જ કોંગ્રેસમાં આવનાર નેતા માટે ફેરફાર કર્યો તો પછી મૂળ કોંગ્રેસના નેતાઓ માટે 40 વર્ષની વય મર્યાદા કરી શકો છો.

કયા કયા કાર્યકરોએ લાફા ઝીંકયા?
લાફા ઝીંકવામાં સતત બે વખત યુથ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થનાર કરણ તોમર, અરનિશ મિશ્રા, પ્રવીણ વણોલ,રાહુલ પરીખ, ઉપેન્દ્રસિંહ જાડેજા સહિતના નેતાઓ હોવાનું સૂત્રોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...