અમદાવાદીઓ સાવધાન:શહેરના અનેક વિસ્તારોમાં દૂષિત પાણીના કારણે રોગચાળો વધતા ઝાડા ઉલટી સહિત પાણીજન્ય રોગો વધ્યા

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 દિવસમાં 197 જેટલા ઝાડા ઉલ્ટીના કેસો નોંધાયા

અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ગરમી વધી રહી છે. ગરમી અને દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ઝાડા ઉલ્ટીના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. મે મહિનામાં 7 દિવસમાં 197 જેટલા ઝાડા ઉલ્ટીના કેસો નોંધાયા છે. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાંથી 331 પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા. ગરમીને કારણે ઝાડા ઉલટી અને પેટમાં દુઃખાવો સહિતના રોગોમાં થયો છે. ગરમી વધતાં પાણીજન્ય રોગોમાં વધારો થઈ શકે છે.

પૂર્વ તેમજ કોટ વિસ્તારમાં પાણીજન્ય રોગોમાં વધારો
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ મુજબ છેલ્લા બે મહિના કરતા ચાલુ મે મહિનામાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસો વધુ નોંધાયા છે. ઝાડા ઉલટીના 197, કમળાના 23 અને ટાઇફોઇડના 54 કેસો નોંધાયા છે. પાણીજન્ય રોગોમાં સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તાર તેમજ કોટ વિસ્તારમાં વધારો થયો છે.

આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી મે મહિનામાં 331 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 3 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...